Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૦૯ પોઝીટીવ પાંચના મોત

વઢવાણ,તા. ૧૫: સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાથી મોતનો આંક સતત વધી રહ્યો છે તેમજ બીજી બાજુ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પણ દરરોજ વધીતી જાય છે ત્યારે બીજી બાજુ સ્થાનીક તંત્ર અને રાજય સરકાર દ્વારા સાચા આંકડાઓ જાહેર કરવામાં આવતાં નથી.

જેના કારણે પ્રજાજનો ગંભીરતા રાખતા નથી અને બિંદાસ બજારમાં ફરતાં જણાઈ આવે છે. આવી સ્થિતિમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાની સૌથી વધુ શકયતાઓ સેવાઈ રહી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જીલ્લામાં અંદાજે ૩થી વધુ લોકોના કોરોનાથી મોત નીપજયાં હતાં તેમજ ૭૦ જેટલા વ્યકિતઓને સારવાર બાદ કોઈપણ લક્ષણો ન જણાતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાયરસની બીજી લહેર ચીંતાજનક સાબીત થઈ છે જેમાં કોરોનાથી લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યાં છે અને મોતનો આંક પણ વધ્યો છે જેમાં જીલ્લામાં ચોવીસ કલાકમાં અંદાજે ૫ થી વધુ લોકોના કોરોનાથી બિનસત્ત્।ાવાર રીતે મોત નીપજયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જયારે બીજી બાજુ છેલ્લા ચોવીસ કલાકમાં જીલ્લામાં બિનસત્ત્।ાવાર રીતે કોરોના વાયરસના અંદાજે ૧૨૭ થી વધુ પોઝીટીવ કેસો નોંધાયા હતા.

જયારે સરકારી ચોપડે માત્ર ૧૦૯ કેસ જ જાહેર કરવામાં આવ્યાં હતાં કોરોનાથી મૃત્યુ પામેલ તમામ દર્દીઓની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી જયારે સરકાર ચોપડા મુજબ અત્યાર સુધીમાં જીલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૭૭૯૭ ઉપર પહોંચ્યો હતો.

(11:47 am IST)