Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વાંકાનેર પાસે અજાણ્યા શખ્સે ફાંસો ખાઇ લીધો

વાંકાનેર તા. ૧પઃ તાલુકા પોલીસ સ્ટેશન એડી. નંબર ર૪/ર૦ર૧ સીઆરપીસી કલમ ૧૭૪ ના કામે આશરે ૪પ થી પ૦ વાળો શખ્સની વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં વેન્ટો કારખાના તરફ જવાના રસ્તે, પીઠુભાઇ ભુપતભાઇ ખાચરના ખેતરમાં લીમડાની ડાળમાં લોખંડના વાયર સાથે ગળેફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવેલ હોય મરણજનારની ઓળખ થયેલ નથી. બોડી વાંકાનેર સરકારી હોસ્પીટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખેલ છે.

શરીરે કાબર ચીતરો (સફેદ તથા કોફી) કલરની આખી બાયનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ તથા લાલ તથા કાળા કલરના ચંપલ પહેરેલ છે. જમણા હાથના પોચા ઉપર ઓમ તથા શીવ નામ ત્રોફાવેલ છે તથા જમણા હાથની કલાઇ ઉપર જય ચામુંડા ત્રોફાવેલ છે. ડાબા હાથમાં અંગ્રેજીમાં એસ ત્રોફાવેલ છે. કે.સી. બ્રાન્ડ પીસેલા મરચા લખેલ કાપડની થેલી મળી આવેલ છે.

ઉપરોકત મરણજનારની ઓળખ થયેલ ન હોય જેથી મરણજનારને જોયે કોઇ ઓળખતા હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮ર૮-ર૦૦૬૬પ તથા પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ એ. જાડેજા મોબાઇલ નંબર ૮૩ર૦૮ ૬૧૦૩૬ વાળા ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:43 am IST)