Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મોટા હડમતીયામાં જુના ઝઘડાનો ખાર રાખી નારણ વાલાણી પર ચાર શખ્સોનો હુમલો

જયરાજ સોનારા, રવુ ખાચર, કુલદીપ ખાચર, હરસુર ખાચર સામે ગુનો

રાજકોટ, તા. ૧૪: વિંછીયાના મોટા હડમતીયા ગામમાં રહેતા યુવાન પર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોટા હડમતીયામાં રહેતો નારણ અરજણભાઇ વાલાણી (ઉ.વ.રપ) ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે તેના નાનાભાઇ મુકેશનો ફોન આવેલ કે જયરાજ જગુભાઇ સોનારા, રવુ બહાદુરભાઇ ખાચર, કુલદીપ અનકભાઇ ખાચર, હરસુર રવુભાઇ ખાચર પિતા અરજણભાઇ સાથે માથાકુટ કરે છે તેમ કહેતા નારણ તાકીદે બઇક લઇને દુકાને ગયો ત્યારે આ ચારેય શખ્સો પિતા અરજણભાઇ સાથે માથાકુટ કરતા હતા. બાદ પિતાએ દુકાન બંધ કરવાનું કહેતા નારણ દુકાન બંધ કરવા જતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઇને લોખંડનો પાઇપ ફટકારી દેતા નારણને માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી અને પિતા અરજણભાઇને ગાળો આપી પથ્થરના છુટા ઘા કરતા દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બાદ નારણને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે નારણ વાલાણીએ વિંછીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરી પીએસઆઇ જે.એચ.સીસોદીયાએ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)