Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

મોરબી શકિત મંડળ દ્વારા ઓકિસજન મશીનની સેવા

મોરબી : મોરબીમાં શકિત ચોક ગરબી મંડળ દ્વારા કોરોનાના દર્દીઓને ઓકિસજનને લઈને થતી હાલાકીને ધ્યાને લઈને યુએસથી ફિલિફસ કંપનીનાં ૩૦ જેટલા ઓકિસજન કોન્સનટ્રેટર મશીન મંગાવ્યા છે જે ઈમ્પોર્ટ કરેલ મશીનને સંસ્થા દ્વારા નિઃશુલ્ક રીતે સેવા માટે આપવામાં આવશે. કોઈ પણ દર્દી આ મશીન ડોકટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે ડિપોઝીટ જમા કરાવીને લઈ જઈ શકે છે. બાદમાં મશીન પરત કરીને પોતાની ડિપોઝીટની રકમ પણ પરત મેળવી શકે છે.આ સેવાયજ્ઞમાં સહયોગી ડોકટર ટીમમાં ડો.દિલીપભાઈ ભટ્ટ, ડો. જયેશભાઈ સનારિયા, ડો. તેજસભાઈ પટેલ, ડો. મનીષભાઈ સનારિયા, ડો. વીરેનભાઈ સંદ્યાણી, ડો. વરુણભાઈ ભટ્ટ, ડો. હિતેશભાઈ પારેખ અને ડો. ભાવિનભાઈ ચંદે કાર્યરત છે. આ ઓકિસજન કોન્સનટ્રેટર મશીન મેળવવા માટે ક્રિપાલસિંહ ઝાલા મો.નં. ૯૭૨૪૬૭૭૭૭૭, ૯૮૦૪૮૩૩૩૩૩દ્ગટ સંપર્ક કરવા જણાવાયું છે. ઓકિસજન મશીન સેવા ચાલુ કરાય તે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(10:29 am IST)