Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભુજથી ૧પ૬પ બિહારી મજુરોની વતન વાપસી

અંજારથી લખનૌ ટ્રેન રવાના : છપરાની સ્પેશિયલ ટ્રેનને લીલીઝંડી: ૧૭મીએ ભુજથી ફરી બિહાર માટે શ્રમીક ટ્રેન ઉપડશે

ભુજ : કચ્છમાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા પરપ્રાંતિય મજુરોને તેમના વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી આઠ ટ્રેનો મારફતે દસ હજારથી વધુ શ્રમીકો પોતાના વતન પહોંચ્યા છે ત્યારે આજે ભુજથી છપરા (બિહાર) માટેની સ્પેશિયલ શ્રમીક ટ્રેનને લીલીઝંડી અપાઈ હતી.
આ અંગેની વિગતો મુજબ આજે સવારે ભુજથી છપરા (બિહાર) માટેની સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી. આ શ્રમીક ટ્રેનમાં ૧પ૬પ લોકો રવાના થયા હતા. શ્રમીકો માટે પાણી, ફુડ પેકેટ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ટ્રેનના પ્રસ્થાન વેળાએ રેલ્વેના અધિકારી, કર્મચારીઓ ઉપરાંત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો અંજારથી બપોરે ર વાગે લખનૌ માટે ટ્રેન રવાના થઈ હતી જેમાં ૧પર૮ મજુરો વતન જવા નીકળ્યા હતા. આ વેળાએ ભુજ પ્રાંત અધિકારી મનિષ ગુરનાની, ડીવાયએસપી જે.એન. પંચાલ, ભુજ મામલતદાર શ્રી સુમરા, ભુજ રેલવે સ્ટેશન માસ્તર કે.કે. શર્મા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ભુજથી ફરી ૧૭મીએ બિહાર ટ્રેન જશે. કચ્છથી શ્રમીક ટ્રેનો ઉપરા ઉપરી જઈ રહી હોઈ પરપ્રાંતિયોમાં ખુશી જોવા મળી રહી છે.

(6:53 pm IST)