Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અંજારના વારસાણા નજીક ધીંગાણું : આઠ યુવાનો પર જીવલેણ હુમલો : 30 લોકો સામે ગુન્હો નોંધાયો

રોજો છોડવા સમાન લેવા જતા હતા ત્યારે 25થી 30 લોકોએ તીક્ષણ હથિયારથી હુમલો કર્યો

અંજાર : તાલુકાના વરસાણા નજીક ગત સમી સાંજે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં આઠ યુવાનો પર જીવલેણ હુમલો થતા સારવાર તળે ખસેડાયા હતા. બનાવને પગલે અંજાર પોલીસ મથકે ૩૦ જણ સામે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પોલીસ મથકે જુબેર હિંગોરજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ રોજો છોડવા માટે સામાન લેવા જતા હતા ત્યારે રપ થી ૩૦ શખ્સોએ તિક્ષ્‍ણ હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં જુબેર ઉપરાંત આસુફ હિંગોરજા, અસ્લમ હિંગોરજા, નાસીર મામદ હિંગોરજા, લાખા જફર હિંગોરજા, ગફુર અલીમામદ હિંગોરજા, અનવર તમાચી તેમજ જાર મામદને ઈજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે મુસા જુસબ વીરા, હુસેન, ઈકબાલ જુસબ વીરા, મુસા જુણેજા, ઈકબાલ જુણેજા, રફીક હનીફ કોરેજા, હનીફ વીરા, સુલતાન જુસબ વીરા, હાસમ વીરા, કરીમ, ઓસાળો ભટી, બબો હસન વીરા, ગુડો જુસબ, અનવર વીરા નામના શખ્સો ઉપરાંત અન્ય ૧૦થી ૧પ અજાણ્યા શખ્સો (રહે. તમામ નાની ચીરઈ ભચાઉ) વાળાઓએ હુમલો કર્યો હતો. બનાવને પગલે પીએસઆઈ એમ.બી. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.

(1:31 pm IST)