Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સરકારે વહેલી તકે લોકડાઉન ખોલવા અને મીલોને શરૂ કરવા મંજૂરી આપવી જોઈએ

સૌરાષ્ટ્ર ઓઇલ એસોસિએશનને રાજ્ય સરકાર પાસે લોકડાઉન ખોલવાની માંગ કરી

રાજકોટ :દેશ કોરોનાની કપરી પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યો છે,26 માર્ચથી લોકડાઉનની પરિસ્થિતી માંથી પસાસ થઇ રહ્યા છે ત્યારે ધંધા રોજગારીને આની ખુબ અસર થઇ છે,છેલ્લા દિવસથી ધંધા રોજગાર બંધ રહેતા લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે,પરંતુ હવે 17 મે બાદ લોકડાઉનમાં છુટછાટ મળશે તેવી લોકો અપેક્ષાસેવી રહ્યા છે.

કોરોનાના કારણે લોકડાઉનની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી છે,ગઇકાલથી સૌરાષ્ટ્રના રાજકોટમાં શહેરી વિસ્તારમાં ધંધા રોજગાર માટે ફરી ધમધમતા કરવાની છુટ આપી છે.પરંતુ હજુ ઘણા વિસ્તારમાં છુટછાટ મળી નથી આ બાબતે સૌરાષ્ટ્ર ઓઇલ એસોસિએશનને રાજ્ય સરકાર પાસે લોકડાઉન ખોલવાની માંગ કરી છે,એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યુ કે સરકારે વહેલી તકે લોકડાઉન ખોલવુ જોઇએ અને એઇલ મીલોને શરૂ કરવા માટે પણ પરવાનગી આપવી જોઇએ, સૌરાષ્ટ્ર ઓઇલ એસોસિએશનનો આગ્રહ છે કે સરકારે લોકડાઉન ખોલીને બધુ પુર્વવત કરવુ જાઇએ

(1:24 pm IST)