Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પોરબંદર દરિયાકાંઠા ઉપર ઘુસણખોરીની સંભાવનાઃ સુરક્ષા એજન્સી એલર્ટ

માછીમારો અને કાંઠા વિસ્તારના લોકોને અજાણી બોટ કે શંકાસ્પદ હિલચાલ જણાય તો જાણ કરવા સુરક્ષા એજન્સીની સુચના

પોરબંદર તા. ૧પ :.. દરિયા કાંઠા વિસ્તારમાં દેશદ્રોહી તત્વો દ્વારા ઘુસણખોરીની શકયતાને લઇને કોસ્ટ ગાર્ડ અને ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારો અને દરિયાકાંઠા વિસ્તારમાં લોકોને તકેદારી રાખવા સુચના અપાઇ છે.

પોરબંદર જિલ્લાના લેન્ડીંગ પોઇન્ટ ઉપર શંકાસ્પદ હિલચાલ કે અજાણી વ્યકિત કે બોટ જણાય તો સ્થાનિક મરીન પોલીસ કે કોસ્ટ ગાર્ડનો સંપર્ક કરવા સુચના અપાઇ છે. માછીમારો અને દરિયાકાંઠા વિસ્તારના લોકોને કાંઠા ઉપર શંકાસ્પદ હિલચાલ જણાય તો કોસ્ટ ગાર્ડ (ટોલ ફી નં. ૧પપ૪) કે સ્થાનીક પોલીસને જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.

દરિયાકાંઠે ઘુસણઓરીની સંભાવના લઇને માછીમારોએ પ્રતિબંધીત ફિશીંગ ઝોન અને આંતર રાષ્ટ્રીય બોર્ડર ઉપર નહી જવા સુચના અપાઇ છે. ઘુસણખોરીની શંકાના પગલે દરિયાકાંઠાના તમામ લેન્ડીંગ પોઇન્ટ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

દરેક બોટ-હોડી માલિકોએ ફિશીંગમાં જતાં પહેલા સોશ્યલ ડીસટન્ટ જાળવવા તથા જરૂરી સાવચેતી જાળવીને ટોકન લીધા બાદ ફીશીંગમાં જવા સુચના અપાઇ છે.

(1:14 pm IST)