Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમરેલી જીલ્લામાં કોરોનાને પ્રસરતો અટકાવવા ડોર ટુ ડોર સર્વેઃ ૧૭૪ રિપોર્ટ નેગેટીવઃ ૯૯ હજારથી વધુ લોકોની તપાસ

પોઝીટીવ વૃધ્ધ સાથે મુસાફરી કરનારા ૨૭ મુસાફરો હોમ કવોરન્ટાઇન

અમરેલી, તા.૧૫: અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજયો પણ કોરોનાથી પ્રભાવિત થયા છે, ત્યારે અમરેલી જિલ્લામાં તૉં ૧૨દ્ગક્ન સુરતથી આવેલા એક ૬૭ વર્ષીય વૃદ્ઘાનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે કોવિડ-૧૯ના શંકાસ્પદ ૧૦ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૮૨ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ૧૭૪ શંકાસ્પદ વ્યકિતઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક પોઝિટિવ તેમજ ૮ રિપોર્ટ પેન્ડિંગ છે.ઙ્ગ

તા. ૧૨ના રોજ સુરતથી આવેલા વૃદ્ઘાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બસના તમામ ૪ ગામ ટીંબલા, ગાવડકા, ફતેપુર અને સણોસરા ગામના અન્ય ૨૭ મુસાફરોને અમરેલી ખાતે જ સરકારી ફેસિલિટીમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ ૪૨ લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા છે. આ ચારેય ગામમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરી ડિઝાઇન્ફેકશનની કામગીરી પણ કરવામાં આવી છે. આ ચારેય ગામની ઙ્ગજિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય આરોગ્ય અધિકારી સહિતના વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. અધિકારીશ્રીઓ દ્વારા ગામના લોકોને બીનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ડોર ટુ ડોર સર્વે કરાયો છે.

જિલ્લામાં  ચેકપોસ્ટ પર ૭૩૩ વાહનોનું ચેકીંગ કરાયું, જયારે ૧૩૫૨૩ મુસાફરો જિલ્લા/રાજય બહારના હતા. સરકારી કવોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ ૯૮ પ્રવાસીઓ અને હાલ ૩૦ લોકો દાખલ થયા છે. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા વ્યકિતઓ ૨૦૨૨ પૈકી ૧૭૬૯ વ્યકિતઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૨૫૩ વ્યકિતઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ઙ્ગ

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હોમકોરેન્ટાઇનમાં રહેલા વ્યકિતઓ નિયમોનું પાલન કરે તે માટે ગ્રામ્ય તેમજ નગરપાલિકા કક્ષાએ સમિતિ બનાવવામાં આવી છે. જેને આવા કુટુંબને અતિઆવશ્યક ચીજવસ્તુઓ વાજબી ભાવે પહોંચાડવાની રહેશે. કોઈ ખેડૂત કુટુંબને હોમકોરેન્ટાઇન કર્યા હોય તો તેમને ૧૪ દિવસ દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ સાથે પશુઓને લગતી ઘાસચારા જેવી ચીજવસ્તુઓ પણ પૂરી પાડવાની રહેશે. ઉપરાંત અન્ય કોઇ બહારની વ્યકિત તે ઘરમાં ન પ્રવેશે તે તેની તકેદારી રાખવાની રહેશે. હોમ કોરેન્ટાઇન કરવામાં આવેલા કુટુંબ દુધાળા પશુ ધરાવતા હોય તો તે દૂધ માત્ર પોતાનાં ઉપયોગ માટે જ લઇ શકશે, ૧૪ દિવસ દરમિયાન દૂધ વેંચી શકશે નહીં.

લોકડાઉનના ૫૦ દિવસો પછી અમરેલી જિલ્લામાં ૬૭ વર્ષીય વૃદ્ઘાનો એક કોરોના પોઝીટિવ કેસ નોંધાતા વૃદ્ઘાના સંપર્કમાં આવેલા તમામ ૨૭ જેટલા ઙ્ગવ્યકિતઓને હોમ કોરન્ટાઈન કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં હતી. આ ૨૭ દર્દીઓ પૈકી ૮ જેટલા દર્દીઓ ગાવડકા ગામના હોવાથી સ્થાનિક તંત્ર સક્રિય બન્યું હતું. ગાવડકાના સ્થાનિક તંત્ર દ્વારા હોમ કોરન્ટાઇન કરેલા વ્યકિતઓને દૂધ, શાકભાજીની સાથે એમના પશુઓના ઘાસચારાની પણ હોમ ડિલિવરી કરવામાં આવે છે જેથી હોમ કોરન્ટાઇનમાં રહેલી વ્યકિતને ઘરની બહાર નીકળવાની કોઈ જરૂર જ ન રહે.ગાવડકાના સ્થાનિક તંત્ર દ્વારા બહારગામથી આવેલા તમામને તાત્કાલિક હોમ કોરન્ટાઈન કરવામાં છે.સરપંચ ભાવેશગીરી ગોસ્વામી જણાવે છે કે આજ સુધી ગામમાં અંદાજે ૧૧૦ જેટલા લોકો હાલ હોમ કોરન્ટાઈનમાં હોવાથી એમને ઘરની બહાર ન નીકળવું પડે માટે અમારી ટીમ દ્વારા એમને ઘરે બેઠા જ શાકભાજી, દૂધ અને જીવન જરૂરિયાત જેવી ચીજ વસ્તુઓ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પશુઓના ઘાસચારાની પણ વ્યવસ્થા પણ એમને ઘર બેઠા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.ઙ્ગ

ગાવડકાના આરોગ્ય કર્મીશ્રી જનક માંડાણી જણાવે છે કે આખા ગામમાં રોજબરોજ ડોર ટુ ડોર સર્વે કરી હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સ્ક્રીનિંગ દરમિયાન જો કોઈ વ્યકિતને તાવ-શરદી કે ખાંસીના લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત હોમ કોરન્ટાઈનમાં રહેલી વ્યકિતઓ ઉપર સઘન સર્વેલન્સ રાખવામાં આવે છે. આ ઉપરાંત ગામના હોમ કોરન્ટાઇન કરેલા વ્યકિતઓના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવાની માહિતી પણ આપવામાં આવે છે અને દરેક વ્યકિત એપ ઇન્સ્ટોલ કરે તે સુનિશ્યિત કરવામાં આવે છે.

(1:11 pm IST)