Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ખંભાળિયામાં મુંબઇથી બસ દ્વારા આવેલ સાત શખ્સો સહિત પ૦ જાહેરનામા ભંગના કેસો નોંધાયા

જિલ્લામાં ટ્રાવેલ્સ સહિત ૬૮ વાહનો જપ્તઃ ૩૦,૩૦૦નો દંડ ફટકાર્યો

ખંભાળિયા તા.૧પ : દ્વારકા જિલ્લામાં ગઇકાલે કેટલાક લોકો આવશ્યક કામ વગર બહાર નીકળતા પોલીસે જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા પોલીસે ચેકિંગ દરમિયાન ખોડીયાર ચોકમાંથી રાજદીપસિંહ નિરૂભા જાડેજા, દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે. વાણીયાવાડી, જડેશ્વર ટેકરી પાસેથી ઇસ્માઇલ ઘુઘા રહે. તુલશી પાર્ક, તેલી નદીના પુલ પાસેથી લરફાન મુસાભાયા, હાજી સુલેમાન ભગાડ રહે. બંન્ને સલાયા, જડેશ્વર ટેકરી પાસેથી કારૂ વિરા વરૂ, શારદા સિનેમા પાસેથી રજનીકાંત કાંતીલાલ ચોપડા, રહે.નવાપરા, પોરબંદર રોડ પરથી જીજ્ઞેશ યોગેશ મામતોરા રહે. ધોબી શેરી, જયાર અન્ય જિલ્લામાં જવા આવવા માટેની મંજુરી ન હોવા છતાં ખંભાળિયામાં આવતાં મહેશ કરશન નકુમ, જયાબેન મહેશ નકુમ, તાલુકા પંચાયત પાછળ વાળાઓ સામે ગુનો નોંધ્યો છે.

ન્યારા ચેક પોસ્ટ પાસેથી પસાર થતી એમએચ-૦ર-બી કયુ ૧ર૭૮ નંબરની ઓમ ટ્રાવેલ્સ નામની બસ મુંબઇથી પાંચ વ્યકિતઓને બેસાડી કોઇપણ સક્ષમ અધિકારીની મંજુરી વગર ખંભાળિયા લવાતાં ડ્રાઇવર રાકેશ મનોજ પારાજી, કિલનર અંકુશ આત્મારામ રામા રહે. મલડ મુંબઇવાળાને ઝડપી લઇ બસ કબ્જે કરી હતી.બ સમાં વાર નિલેશ રામજી કણજારીયા, સાગર ભુપેન્દ્ર સોનગરા, રહે. બંન્ને નવાપરા, રાજ જયેશ કણઝારીયા, રહે. શિરૂ તળાવ, મિલન જેન્તીલાલ પરમાર રહે. બજાણા રોડ શકિતનગર, ભાવીશાબેન મીલન પરમાર રહે. બજાણા રોડ આ તમામને કવોરેન્ટાઇન કરી ગુનો નો઼ધ્યો છે.

ભાણવડ શહેર અને તાલુકામાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે પોરન નાકા પાસે દુકાન ધરાવતા આશીષ છોટુલાલ રૂપારેલ, ગોપાલ નાથા ચાવડા, ધર્મેશ કારા મધુડીયા ત્રણેયએ પોતાની દુકાન પ વાગ્યા સુધી ખુલી રાખવાની બદલે વધુ સમય સુધી ખુલ્લી રાખતાં પોલીસે જાહેરનામાં ભંગ સબબ ગુનો નોંધ્યો છે. વધુમાં વેરાડ નાકા પાસે છગન ડોસા નકુમ રહે. મંત્રી સોસાયટી, જકાતનાકા પાસે ધાણાની દુકાન ધરાવતા મહેશ ગોર ધન દાણી રહે. શિવનગર વાળાએ પોતાની દુકાન પ વાગ્યા પછી ખુલ્લી રાખતા ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત કામ વગર બહાર નીકળતા પાછતર ગામેથી પરેશ નારણ કોડીયાતર, ગુંદા ગામેથી પ્રતાપ જયેશ ખુંટી સામે કર્યવાહી કરી છે. ઓખા પોલીસ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલીંગમાાં હતી. ત્યારે રવિ માલા કરમટા, અજમલ મુસા, સુભાનીયા, તનવીર હુશેન થૈયમ સમે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

સલાયા પોલીસે સાલેમામદ અમદ સંધી, દ્વારકામાંથી લાલુભ દીપુભા ચુડસમા, અનિલભા, હરીસંગભા માણેક, અજીત ચંદુ સાકરીયા, એજાજ અનવર વસા, રાહુલ રમેશ કોરડીય સામે જયારે વાડીના રપોલીસે  ઇસ્માઇલ જુસબ ભાયા કલ્યણપુરન દેવળીયા ગામે દગાઇ કૃપા નામની ચની હોટેલ ખુલ્લી રાખતાં રમેશ દેવણંદ કંડોરીયા, તેમજ ગાંગડી ગામે મહાદેવ ઇલેકટ્રીક નામની દુકાન પરવાના વગર ખુલ્લી રાખતાં યોગેશગર વશરામગર મેઘનાથી સામે કાર્યવાહી કરી છે.

દેવળીયા ગામેથી હરદાસ કાના ડુવા, કલ્યાણપુર ગામમાંથી રસીક વલ્લભ ગોકાણી, ભાટીય મેઇન બજારમાં આનંદ એજન્સી નામની દુકાનમાં પ્રતિબંધ હોવા છતાં સોપારીરાખી વેપાર કરતા રૂ.૧ર૦૦ની મતા સાથે રમેશ લખમણ ડાભીને ઝડપી લીધો હતો. તેમજ બહાર નિકળતા નિલેશ દાના નકુમ, રાવલમાંથી લાખા ચના વાઘેલા, હિરા, રણમલ બારીયા, મીઠાપુરમાંથી વિક્રમ હદા મોરી, રાજા પાચા મોરી, કનુ છગન મોરી, કાજનખાન સલીમખાન, અનવર જુસબ ચમડીયા, બાલુભા ભીખાભા માણેક, વિશાલ ગંગાધરભા માણેક, કિશન રાજપારભા માણેક સામે ગુનો નોંધ્યો છે.

(1:05 pm IST)