Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાજુલામાં પ્રતિબંધીત તમાકુ-સોપારી વેચતા SOGની ટીમ ત્રાટકી

સોપારી તમાકુના પાઉચ સહિત ૬ર૦૦નો મુદામાલ જપ્ત

રાજુલા તા. ૧પ :.. કોરોનાના પગલે લોકડાઉન જાહેર થયા બાદ આવશ્યક ચીજ વસ્તુના વેચાણ સિવાય તમામ વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

રાજુલામાં ટેલીફોન એકસચેન્જ નજીક  અલ્લીરસા કનોજીયા તથા મુસાભાઇ બંને પોતાના રહેણાંક મકાનમાં પાન-સોપારી તમાકુનું વેચાણ કરવા હોય એસઓજીના સ્ટાફે રેડ  કરીને સોપારી  કિલો ૧૦ કિ. ૪૦૦૦ જર્દા તમાકુ પેકેટ-૪ કિંમત રૂ.ર૦૦૦ તથા માવાના પ્લાસ્ટીક પ૦૦ ગ્રામ કિ. રૂ. ૧૦૦ તથા પીળા ચુનાના પાઉચ કિ. ૧૦૦ મળી કુલ રૂ. ૬ર૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામમાં ફરીયાદી હરપાલસિંહ વિક્રમસિંહ ગોહીલ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.

કવોન્ટાઇન ભંગ કર્યો

જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા વઢેરા ગામના હરજીભાઇ ખોડાભાઇ જોગદીયાને હોમ કવોરન્ટાઇન કરાયા હતાં. પરંતુ ચેકીંગ દરમિયાન તેઓએ ઘરની બહાર નીકળી કવોરન્ટાઇનનો ભંગ કરતા પોલીસ ઇન્સ. જે. ડી. ઝાલાની સુચનાથી તેમની સામે ગુન્હો નોંધેલ છે.

(1:04 pm IST)