Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લ્યો.. રાપરમાં લોકડાઉન વચ્ચે સ્મશાનમાં જુગાર રમવા તો પહોંચ્યા પણ પોલીસની નજરે ચડી ગયા

કોરોનાના ભયને અવગણીને હવે ફરી કચ્છમાં ગુનાહિત પ્રવૃતિઓ માથુ ઊંચકી રહી છે

ભુજ,તા.૧૫: એક બાજુ લોકડાઉન બીજી બાજુ કોરોનાનો ભય પણ તે વચ્ચે હવે ફરી એકવાર ગુનાહિત પ્રવૃતિઓ કચ્છમાં માથુ ઊંચકી રહી છે. રાપર હત્યા કાંડ, મુન્દ્રા, માંડવીમાં દુષ્કર્મ, ભચાઉમાં ગોળીબાર પછી હવે જુગારીઓ પણ બહાર આવવા મંડ્યા છે. રાપરના ફતેહગઢ ગામે પોલીસે સ્મશાનમાં જુગાર રમતાં પાંચ જુગારીઓને ઝડપીને તેમની પાસેથી ૧૨,૭૦૦ ની રોકડ સહિત ૫૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, ચાર જુગારીઓ પોલીસને ચકમો આપી નાસી છુટવામાં સફળ રહ્યા હતા, પણ, પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 pm IST)