Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ડો. શિખા-ડો. રોહન સચદેવ અમદાવાદમાં કોરોના દર્દીઓની સેવા સુશ્રુષા કરી રહ્યા છે

સાવરકુંડલાના રઘુવંશી ભાઇ-બહેન

સાવરકુંડલા, તા. ૧પ : કોરોના વોરિયર-આજે આપણે સાવરકુંડલાના જ કોરોના સામે લડત કરતા ભાઇ-બેનને યાદ કરશું (૧) ડો. શિખા સચદેવ (ઇ.એન.ટી.) હાલ સર ટી હોસ્પિટલ ભાવનગર ખાતે કન્સલ્ટીન્ગ ડોકટર છે. કોરોના ટેસ્ટ માટે નાક અને ગળામાંથી સેમ્પલ લેવાનું તેમજ જુનિયર સ્ટાફ અને નર્સીંગ સ્ટાફને એના માટે ટ્રેનિંગ આપવામાં કાર્યરત છે.

ડો. શિખા અહીં કુમારશાળા, બંજારા અને શાસ્વત સ્કૂલમાં ભણલા છે. (ર) ડો. રોહન સચદેવ હાલ ભાવનગર સર ટી હોસ્પિટલમાં સર્જરીમાં ર જા વર્ષમાં ફરજ બજાવે છે. ખાસ હાલમાં ડેપ્યુટેશન ઉપર અમદાવાદ સીવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ સંભાળી રહ્યા છે.

સચદેવના બંને સંતાનોએ સાવરકુંડલા શહેર તેમજ રઘુવંશી સમાજનું નામ રોશન કરેલ છે.

કિરીટભાઇ સચદેવ હાલ એસ.બી.આઇ. દરબારગઢ ભાવનગર ખાતે ફરજ બજાવે છે. તેમ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી રાજુભાઇ શીંગાલાની યાદીમાં જણાવાયું છે.

(1:02 pm IST)