Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કેશોદમાં મજુરોના અભાવે ઘઉંની ટેકાના ભાવે ખરીદી ન થઈ શકી

ખેડુતો ઘઉં સાથે પરત ફરતા અને ટ્રાન્સપોર્ટ ખર્ચ માથે પડતા ખેડુતોમાં હતાશા વ્યાપી

 કેશોદ,તા.૧૫: સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ખેડુતો પાસેથી ઘઉની ખરીદી કરવા ગઈકાલે કેશોદના ગ્રામ્ય વિસ્તારમાંથી વીસેક ખેડુતો પોતાના ઘઉ સાથે કેશોદ ખાતેના સરકારી ગોડાઉને આવી પહોંચતા સ્થળપર મજુરોના અભાવે આ ખરીદી નહી થઈ શકતા ખેડુતો હતાશા સાથે વીલા મોઢેઙ્ગ પરત ફરવુ પડયુ હતુ.

લોકડાઉન અને કોરોના વાયરસના કારણે શ્રમિકો પોતાના વતનમાં જતા રહ્યા છે. જેના કારણે અનેક વ્યવસાયોને મોટાપાયે નુકસાન વેઠવું પડી રહ્યું છે.ઙ્ગ ઙ્ગ કેશોદમાં સરકારી અનાજના ગોડાઉનમાં ખેડૂતો ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા આવતા હોઈ છે. પરંતુ ગઈકાલે સવારે સરકારી ગોડાઉન પર મજૂરો નહિ આવતા ખેડુતોના ઘઉની ખરીદી થઈશકી નહતી. સરકારી ગોડાઉનમાંઙ્ગ કે આસપાસમાં બેસવાની કે પીવાના પાણીની કોઈ સગવડ નહોવાની ફરીયાદ ખેડુતોમાંથી ઉઠવા પામી હતી.

પુરતા આયોજનના અભાવે ખેડુતોને ધરમ ધકકો થતા નારાજગી સાથે ૨૦ જેટલા ખેડૂતોને પરત જવું પડ્યું હતું અને ઘઉનોઙ્ગ ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ માથે પડતા ખેડુતોમાં હતાશા વ્યાપી હતી.

(11:57 am IST)