Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઓખાથી ૧ર૪૦ પરપ્રાંતિય શ્રમિકો સાથેની સ્પેશ્યલ ટ્રેન જેતપુર-ઉત્તર પ્રદેશ રવાના

સ્ટેશને સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય પબુભા માણેકે લીલીઝંડી આપી

 ઓખા તા. ૧પ :.. દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન રાજયમાં પરત ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલ્વે તંત્ર દ્વારા 'શ્રમીક વિશેષ ટ્રેન' નામથી શરૂ કરીને આવા લોકોને આવન-જાવન માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઓખાથી ઉત્તર પ્રદેશ જોનપુર સુધીની શ્રમિક વિશેષ ટ્રેનને ગઇકાલે પુનમબેન અને પબુભા માણેકે લીલીઝંડી આપી આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

જેમાં ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જીલ્લા તથા પોરબંદર, જુનાગઢમાં વસતા પરપ્રાંત શ્રમિકો અને યાત્રીકો કુલ ૧ર૪૦ મુસાફરોને લઇ જવામાં આવેલ.

એક મુસાફરનું ભાડુ રૂ. ૭૮૦ ચુકવેલ. તમામ મુસાફરોને વિનામુલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉદય, કાનપુર, લખનવ થઇ ઉત્તર પ્રદેશ જોનપુર પહોંચશે.

જે રાજયમાં રહેલા અને તેઓ જયા જઇ રહયા છે તે બન્ને રાજય વચ્ચે સમંતી બાદ જ બુકીંગ કરવામાં આવેલ. શ્રમિક ટ્રેનમાં બેસે તે પહેલા સુનિશ્ચીત પણે તેમનું યોગ્ય સ્કિનીંગ કરવામાં આવેલ અને ઓખા સ્ટેશને આવેલા તમામ મુસાફરો યાત્રીકોને ધારાસભ્ય પબુભા માણેક અને સાંસદ પુનમબેન માડમે તેમની યાત્રા સફળ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

(11:51 am IST)