Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કેશોદમાં જાહેર રસ્તાના ઓટલા ઉપરથી ચલણી નોટો મળતા તપાસ

કેશોદ,તા.૧૫:કેશોદના રહેણાક વિસ્તારના જાહેર રસ્તા પર આવેલ એક ઓટલા પરથી ચલણી નોટો મળી આવતા સોસાયટીવાસીઓમાં ભય ફેલાયો હતો આ ધટનાની પોલેસને જાણ થતાં તાત્કાલીક પહોંચી તપાસ હાથ ધરી હતી.

પરંતુ ચલણી નોટો કોઈના ખિસ્સામાંથી પડી ગઈ હોવાનુંઙ્ગ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે વધુ વિગતો જોઈએ તો લોક ડાઉન સમયે કોરોના વાયરસ ફેલાવવા ચલણી નોટો જયા ત્યાં ફેકી દેવામાં આવતી હોવાની વાતો વચ્ચે કેશોદ શહેરની શ્રધ્ધા સોસાયટી વિસ્તારમાં જાહેરમાં રૂ.૧૦૦ ની ૩ અને રૂ.૨૦ ની ૧ એમ મળી કુલ રૂ.૩૨૦ ની ચલણી નોટો મળી આવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

સ્થાનિક લોકોમાં કોરોના વાયરસ ફેલાવવાનો ભય વ્યાપ્યો હતો. જો કે રહેવાસીઓએ પોલીસને બોલાવતા તાત્કાલીક ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને અંતે કોઈઙ્ગ નિષ્કર્ષ ન નીકળતા કોઈ વ્યકિતના પર્સ કે ખિસ્સામાંથી ચલણી નોટ પડી ગઈ હોય તેમ માની પરત ફરી હતી.

(11:51 am IST)