Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભાણવડના પાછતર ગામ પાસેથી દિપડો પાંજરે પૂરાયો

 ભાણવડ, તા.૧૫: તાલુકાના રાણપર ગામ વિસ્તારની આજુ-બાજુ દિપડો બરડા અભ્યારણ્યમાંથી અવારનવાર શિકાર કરવા માટે બહાર નીકળતો હોય અને માલ-ઢોર કે પાલતું પશુ-પ્રાણીઓનો શિકાર કરતો હોવાનું અવારનવાર બને છે.

જે અંગે પાછતર તથા પાછતરડી ગામના સરપંચશ્રી તથા ખેડુતો તેમજ ગામ લોકો દ્વારા સામાજીક વનીકરણ રેન્જ ભાણવડ કચેરીને જાણ કરતાં હર્ષાબેન ડી.પંપાણીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ ભાણવડના માર્ગદર્શન હેઠઇ ઇન્ચાર્જ ફોરેસ્ટર સીદાભાઇ આર. વકાતર, તથા સ્ટાફના શ્રી ઇબ્રાહિમભાઇ હિંગોરા, શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા, શ્રી સુખદેવસિંહ જાડેજા, હમીરભાઇ વિંજવા દ્વારા સ્થળ તપાસ કરતાં પાછતર ગામના ડી.સી.સી. વિસ્તારની બાજુમાં આવેલ પાવમાં વાડી વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસથી દિપડો આવતો હતો.

આજુબાજુના વાડી વિસ્તારના પાલતુ પશુઓનો શિકાર કરી જતો હોય તેમજ પાછતર ગામના રહેઠાણ વિસ્તારમાં પણ આ દિપડો આવી જતો હોય આ બાબતે સ્થળ તપાસ કરતાં દિપડાનાં પગ માર્ક જોવા મળેલ જે અનુસંધાને દિપડાને પકડવા માટે પાછતર ડી.સી.સી. વિસ્તાર પાસે પાવમાં આવેલ. ખીમા આલા વાઘના ખેતરના શેઢેથી દિપડાને પાંજરામાં પુરવામાં સફળતા મળી છે.

(11:43 am IST)