Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ગોંડલના ભોજપરા ગામે મોડી રાત્રે બે કારમાં પત્થરમારો : કાચ ફૂટયા..

તસ્વીરમાં કારના ફૂટેલા કાચ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. ૧પ : ગોંડલ તાલુકાના ભોજપરા ગામે ગત મોડીરાત્રે બે કારમાં પત્થરમારો થતાં કાચ ફૂટી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ભોજપરા ગામે ગત મોડીરાત્રે બે કાર ઉપર અમુક અજાણ્યા શખ્સોએ પત્થરમારો કરતા બંન્ને કારના કાચ ફૂટી ગયા હતાં. આ અંગે તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે કારના માલીકને બોલાવી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)