Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વેરાવળમાં દુકાનમાં આગઃ ૧૦ લાખના તમાકુ-સોપારી-સીગારેટની ચોરી

બસ સ્ટેન્ડ વિસ્તારમાં ''જયોતી સેલ્સ'' દુકાનની પાછળનાં ભાગે શટર તોડીને તસ્કરોનું કારસ્તાન

વેરાવળઃ તસ્વીરમાં દુકાનમાં સામાન વેરવિખેર અને આગમાં ભસ્મીભુત તથા ફાયર બ્રિગેડની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ દિપક કકકડ-વેરાવળ)

 વેરાવળ તા. ૧પઃ લોકડાઉન વચ્ચે વેરાવળ બસ સ્ટેન્ડ પાસે 'જયોતિ સેલ્સ' નામની દુકાનમાં આગ લગાડીને તમાકુ, સોપારી, સિગારેટ સહિત રૂ. ૧૦ લાખનાં મુદ્દામાલની ચોરી કરતા ખળભળાટ મચી ગયો છે.

વેરાવળ બસ સ્ટેન્ડ ધમધમતા વિસ્તારમાં રાત્રીના અથવા વ્હેલી સવારે ''જયોતી સેલ્સ''ની દુકાન પાછળના ભાગે શટરના તાળા તોડી શટર ઉંચકાવી તેમાં પડેલ તમાકુ-સીગારેટ-સોપારી-બીડી સહીતનો મુદામાલ ઉપાડી ગયેલ તેમજ આ દુકાનમાં ''આગ'' લગાડી દીધેલ જેથી આખી દુકાનનો સામાન ભસ્મીભુત થયેલ હતો.

આગ વ્હેલી સવારે અથવા મોડી રાત્રે લગાડેલ હોય પાંચ વાગ્યે બે બંબા આવી પહોંચેલ હતા એકાદ કલાકની મહેનત બાદ આગ કાબુમાં આવેલ હતી. બન્ને ગલીમાં હોસ્પીટલ-હોટલો-દુકાનો આવેલ છે તેના સી.સી. ટી.વી. કેમેરામાં તસ્કરો કોથળા ભરીને ભાગતા હોય તેવું દેખાય રહ્યાનું જાણવા મળેલ છે.

બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ અનેક જગ્યાએ આ દિવસ દરમ્યાન અનેક કેબીનના તાળા તોડેલ હોય તેમજ ધમધમતા ચોકમાંથી દુકાનોમાંથી પણ ચોરી થયેલ હોય તેવું જાણવા મળેલ છે.

ચોરી કરી આગ લગાડી દીધાનો બનાવથી તમાકુના હોલસેલ વેપારીએ તેમજ પાન-બીડીની દુકાનદારોમાં ભારે ભય પ્રસર્યો છે.

(11:39 am IST)