Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બરે લઘુ-મધ્યમ ઉદ્યોગો માટેના પેકેજને આવકાર્યું

પોરબંદર તા. ૧પઃ કેન્દ્રીય નાણા મંત્રી દ્વારા રજુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટેના પેકેજને ડિસ્ટ્રીકટ ચેમ્બર પ્રમુખ ભરતભાઇ રાજાણીએ આવકારેલ છે.

ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સૌ  સભ્યો, હોદેદારો, કારોબારી મેમ્બર્સ તથા ડીસ્ટ્રીકટ ચેમ્બર સાથે જોડાયેલા વિવિધ ધંધાર્થીઓ તથા ઉદ્યોગકારોએ નાણામંત્રી શ્રી દ્વારા જાહેર કરાયેલા કુટીર, સૂક્ષ્મ, લઘ,ુ અને મધ્યમ ઉદ્યોગો માટે તથા આ બધાજની વ્યાખ્યા જ બદલી દઇ ર૦ લાખ કરોડના ઐતિહાસિક પેકેજ ને તથા ટીડીએસ અને ટીસીએમ માં કરેલા ઘટાડા તથા ઇન્કમટેકસના રીટર્નસ તથા ઓડીટ રીપોર્ટ અંગેની તથા વિવાદથી 'વિશ્વાસ' વેરા સમાધાન યોજનાને પણ ડીસેમ્બર સુધી લંબાવી આપવા બદલ હર્ષ વ્યકત કર્યો હતો અને વડાપ્રધાનશ્રી તથા નાણા મંત્રીને અભિનંદન આપવા સાથે હજુ બાકી રહી ગયેલા સેકટર્સ માટે પણ રાહત પેકેજોની જાહેરાત આગામી બે-ત્રણ દિવસોમાં થશેજ તેવી અપેક્ષા અને વિશ્વાસ સાથે આત્મનિર્ભર ભારત બનાવવાના આહવાનમાં ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે સહમતી સાથે હીમાયત કરી સૌને પાલન કરવા અનુરોધ ભરતભાઇ રાજાણી (પ્રમુખ પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) એ કરેલ છે.

(11:38 am IST)