Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાજુલામાં ઘરકંકાસમાં પત્‍નીની હત્‍યા કરનાર ૭૦ વર્ષના પતિ જેલહવાલે

રાજુલા, તા. ૧પ : રાજુલમાં ઘર કંકાસના કારણે એક વૃધ્‍ધના હાથે તેની જ પત્‍નીની હત્‍યા થતા ચકચાર જાગી છે.  નાથાભાઇ સાદુલભાઇ સાંખટ ઉ.વ.૭૦ તેના પત્‍ની જીવુબેન ઉર્ફે કેહુબેન સાથે ઘરકંકાસની ફરીયાદ હોય આરોપી નાથાભાઇએ લાકડીના ત્રણથી ચાર જોરદાર વાર માથાના ભાગે કરાતા જીવુબેને જીવ ગુમાવ્‍યો. આરોપીના પુત્ર પણ સહભાગી થયા. ગભાભાઇએ ફરીયાદ એક તરફ પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યા વિના અંતિમક્રિયા કરી નાંખી હતી.  રાજુલ પોલીસે  આઇપીસી કલમ ૩૦ર, ર૦૧ વિગેરે ગુનો દાખલ કરી બન્ને આરોપીને પી.આઇ. આર.એમ. ઝાલા તથા તેની ટીમે જેલ હવાલે કરેલ છે. આ ઉપરાંત થોડા દિવસ પહેલા એક યુવાને ગળેફાંસો ખાધેલ છે. ત્‍યારે બીજા યુવાને દવા પીધેલ હતી. આમ લોકડાઉન વચ્‍ચે આવા બનાવો વધેલ છે.

(11:13 am IST)