Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જસદણમાં આવેદન

જસદણ તા. ૧૫ : રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા પડધરીના ખેડૂત ઉપરના ખોટા કેસના વિરોધમાં જસદણમાં આવેદન આપવામાં આવ્યું હતું.

પડધરીના નિર્દોષ કિસાન ઉપર પડધરી ગ્રામ પંચાયત ચોકના ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ નિર્દોષ રમેશભાઇ વાઢેર ઉપર ખોટો કેસ કરી માર મારીને ભયંકર કલમ પાસાની લગાવી અને પાસામાં મોકલે, તો આ નિર્દોષ ખેડૂતને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લાના કોંગ્રેસના મહિલા પ્રમુખ કુ.નીરૂબેન રાઠોડ મુખ્યમંત્રીને સંબોધીને જસદણ નાયબ કલેકટર પી. જે. ગલચરનેઙ્ગ આવેદન પાઠવ્યુ હતું.

(10:37 am IST)