Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભાવનગરમાં કુલ ૬૫ કોરોનાગ્રસ્ત દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

હવે જિલ્લામાં નોંધાયેલા ૧૦૨ કેસોની સામે હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળ ભાવનગરમાં કોરોનામાં સાજા થવાનો દર ૬૩.૭૩%

ભાવનગર તા.૧૫ : ભાવનગરમાં અત્યાર સુધી માં કુલ ૬૫ દર્દીઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.હવે માત્ર ૩૦ દર્દી જ સારવારમાં રહ્યા છે. ભાવનગરમા કોરોનામાં સાજા થવાનો દર ૬૩.૭૩્રુ થયો છે.

ગત તા.૪ મેના રોજ ભાવનગરના વણકરવાસ, આનંદનગર ખાતે રહેતા ૪૩ વર્ષીય રેખાબેન ખોડાભાઈ પરમાર, તા.૪ઙ્ગ મે ના રોજ ભાવનગરના અલકા ટોકીઝ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૨૦ વર્ષીય સમિરભાઈ મહેબુબભાઈ પરમાર, તા.૪ મેના રોજ ભાવનગરના પખાલીવાડ, અમિપરા ખાતે રહેતા ૩૭ વર્ષીય નફિસાબેન મહેબુબભાઈ શેખ, તા.૪ મેના રોજ ભાવનગરના પખાલીવાડ, અમિપરા ખાતે રહેતા ૪૦ વર્ષીય મહેબુબભાઈ અલીભાઈ શેખ, તા.૪ મે ના રોજ ભાવનગરના વાલ્કેટ ગેટ, કરચલીયા પરા ખાતે રહેતા માયાબેન દલપતભાઈ વાળા, તા.૪ મે ના રોજ ભાવનગરના વાલ્મિકી વાસ, બોરડી ગેટ ખાતે રહેતા ૪૯ વર્ષીય ચંદ્રીકાબેન ધનજીભાઈ સરધારા, તા.૪ મે ના રોજ ભાવનગરના વણકરવાસ, બોરડી ગેટ ખાતે રહેતા ૩૭ વર્ષીય ગૌરીબેન ધનેશભાઈ સુમરા, તા.૪ મે ના રોજ ભાવનગરના વણકરવાસ, બોરડી ગેટ ખાતે રહેતા ૩૩ વર્ષીય રેખાબેન સવજીભાઈ સુમરા, તા.૪ મે ના રોજ ભાવનગરના પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૪૫ વર્ષીય ઈકબાલભાઈ ભિખુભાઈ બેલીમ, તા.૪ મે ના રોજ ભાવનગરના મોચી શેરી, સંધેડીયા બજાર ખાતે રહેતા ૪૭ વર્ષીય આરીફભાઈ સતારભાઈ પઢીયાર, તા.૪ મે ના રોજ ભાવનગરના પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૨૫ વર્ષીય ઝૈનબબેન સાજીદભાઈ બેલીમ, તા.૪ મે ના રોજ ભાવનગરના પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૧૪ વર્ષીય મહમઝૈદ ફારૂકભાઈ શેખ, તા.૪ મે ના રોજ ભાવનગરના પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૧૯ વર્ષીય રફિકતહુસૈન ફારૂકભાઈ શેખ, તા.૪ મે ના રોજ ભાવનગરના જવાહર કોલોની, બોરડી ગેટ ખાતે રહેતા ૩૭ વર્ષીય મંજુલાબેન કિશોરભાઈ મકવાણા, તા.૨ મે ના રોજ ભાવનગરના માઢીયારોડ, અમિપરા ખાતે રહેતા ૧૩ વર્ષીય હિરેન નરેશભાઈ રાઠોડ, તા.૪ મે ના રોજ ભાવનગરના પખાલીવાડ, રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા ૭૦ વર્ષીય શાહભાઈ દોલુભાઈ બેલીમ અને તા.૫ મે ના રોજ ભાવનગરના પખાલીવાડ, અમિપરા ખાતે રહેતા ૬ વર્ષીય અયાન મહેબુબભાઈ શેખના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ ૧૭ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે હોસ્પિટલમાથી રજા મેળવનારા દર્દીઓને છેલ્લા ૩ દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા ૧૦ કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા. સરકાર દ્વારા આ તમામ દર્દીઓને વિનામુલ્યે એન-૯૫ માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.ઙ્ગ

આમ ૧૭ ભાવનગર શહેરી વિસ્તારના દર્દી ડિસ્ચાર્જ થતા જિલ્લામા નોંધાયેલા ૧૦૨ કેસ પૈકી હાલ ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૬૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૭ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(10:34 am IST)