Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે કાબીલે દાદ ફરજ બજાવતા વિજ કર્મીઓ

સુરેન્દ્રનગર,તા.૧૫: ઉનાળાનો બળબળતો બપોર હોય અને એવા સમયે આપણે ઘરમાં એસી કે પંખા નીચે બેઠા હોય અને અચાનક લાઈટ જાય તો ? ખેતરમાં વાવણી કરેલા પાકને ખેડુત સારા ઉત્પાદન મેળવવાના સપના સેવતા પાણી વાળતો હોય અને અચાનક પાવર ઓફ થાય તો ? ઓપરેશન થિયેટરમાં જીવન અને મોત વચ્ચે ઝોલા ખાતા કોઈ વ્યકિતનું ઓપરેશન ચાલતું હોય અને વીજળીનો પાવર કટ થઈ જાય તો ? આ માત્ર એક શ્નતોલૃઆપણને ઘણું સમજાવી જાય છે, ઘણું શિખવી જાય છે. આપણા રોજીંદા જીવનમાં આવી મુશ્કેલીઓ ન પડે તે માટે સતત કાર્યશીલ રહેતા પાયા પથ્થર એવા વીજ કર્મીઓ કે અધિકારીઓનો આપણે કયારેય વિચાર કર્યો છે ખરો ? બળબળતો બપોર હોય કે કડકડતી ઠંડી હોય કે પછી અનરાધાર વરસતો વરસાદ કે વાવઝોડાની પરિસ્થિતિ હોય. આપણા પરિવારોને 'અજવાળું'આપવા માટે આપણા આ વીજ કર્મયોગીઓ દિવસ રાત પોતાની ફરજ બજાવી રહયા છે.

કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. વર્ષના ૩૬૫ દિવસ ૨૪ કલાક સતત વાહનોના ઘોંઘાટ ભરેલા રસ્તાઓ સૂમસામ બન્યા છે, અને દેશની મોટાભાગની વસ્તી પોતાના ઘરોમાં બંધ છે. એક તરફ ખેડુતો માટે પાક લણણી અને બાગયતી પીયત પાકના ઉછેરની સીઝન ચાલી રહી છે, બીજી તરફ ધોમધખતો વૈશાખી તડકો પણ તપી રહ્યો છે, અને સડક જયારે પડખું ફરીને સુતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ટેકનોલોજી ક્ષેત્રે થયેલા વિકાસના પરિણામે આજેઙ્ગમોટાભાગની જીવન જરૂરીયાતની સુવિધાના સાધનો અને ખેત ઓજારો વીજ આધારિત બન્યા છે, ત્યારે આવા સમયે લોકોને પોતાના ઘરોમાં અને જગતના તાત એવા ખેડુતોને ખેતીકામમા કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં (PGVCL) પશ્વિમ ગુજરાત વીજ કંપનીના કર્મનિષ્ઠ કર્મીઓ જિલ્લાના ૫૨૦ ગામડા અને ૧૧ શહેરોમાં સતત ખડેપગે રહી આપણને મળતા સાતત્યપૂર્ણ વીજ પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટેની ફરજ બજાવી રહયાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાના PGVCLના ૯૦ ઈજનેરોના માર્ગદર્શન હેઠળ ૪૬૩ પાવર સપ્લાય મેન્ટેનર દ્વારા જિલ્લાના ૧૯ સબડિવિઝન હેઠળના ૬૪ સબ સ્ટેશન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ૫૨૦ જેટલા ગ્રામ્ય વિસ્તારમાં જયોતિગ્રામ યોજના અન્વયે ૧૦૭ ફિડર અને ૧૧ જેટલા શહેરી અર્બન વિસ્તારમાંઙ્ગ૪૮ ફિડર દ્વારા સતત ૨૪ કલાક વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.ઙ્ગ

આ ઉપરાંત જિલ્લામાં ખેડુતો માટે પાક લણણી અને બાગાયતી પિયત પાકના ઉછેરની સીઝન ચાલી રહી છે.પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જિલ્લામાં ખેતીકામ માટે અંદાજીત ૩૩૦ ફિડર મારફતે દિવસ દરમિયાન ૮ કલાક વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.ઙ્ગ

આમ, જયારે લોકડાઉનની પરિસ્થિતિમાં આપણે સૌ આપણો મોટાભાગનો સમય ઘરમાં રહીને જ પસાર કરી રહયાં છીએ તેવા સમયમાં ઉનાળાના બળબળતા બપોરે વૈશાખી વાયરાઓની વચ્ચે પણ આપણને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLના કર્મીઓ સતત ૨૪ કલાકઙ્ગ ખડે પગે રહી સરાહનીય કામગીરી કરી રહ્યાં છે.

(10:37 am IST)