Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

જૂનાગઢ જિલ્લામાં ૪૧૨ ઔદ્યોગિક એકમ ધમધમતા થયા

જૂનાગઢ,તા.૧૫: લોકડાઉનમાં છુટછાટ મળ્યા પછી જૂનાગઢ જિલ્લામાં જી.આઇ.ડી.સી સહિત કુલ ૪૧૨ ઐાદ્યોગિક એકમો ધમધમતા થયા છે. જેમાં દેશ ઉપરાંત વિદેશમાં એકસપોર્ટ કરતા ઓસ્ટીન બેરીંગ, મેકસ, ગદરે મરીન સહિતનો સમાવેશ થાય છે.

લોકડાઉનમાં સૈાથી મોટી સમસ્યા લોકોને રોજગારી મળવાની હતી.આથી જિલ્લા વહિવટીતંત્રએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવાઇ અને આરોગ્યનાં વિષયક ગાઇડ લાઇનનાં પાલન સાથે ઐાદ્યોગીક એકમો શરૂ કરવાની મંજુરી આપી હતી.

જૂનાગઢ જિલ્લામાં એેગ્રીકલ્ચર બેઇઝ સીંગદાણા,ઓઇલ મીલો,જીનીંગ પ્રોસેસીંગનાં વધુ એકમો છે. ઉપરાંત પ્લાસ્ટીક પ્રોડકટ્સ કરતા પણ યુનિટો છે. આ યુનિટમાં ૪૨૦૦ થી વધુ લોકોને રોજગારી મળે છે.

જિલ્લા પુસ્તકાલય દ્વારા તા.૧૭ના ઓનલાઇન કવીઝ યોજાશે

જૂનાગઢ : હાલ કોરોના સંદર્ભે શાળા-કોલેજો બંધ છે.પુસ્તકાલયો પણ બંદ્ય છે.ત્યારે જૂનાગઢ સરકારી જિલ્લા પુસ્તકાલય દ્રારા જનરલ નોલેજ ઓનલાઇન કવીઝનુ આયોજન કરવામાં આવ્યું છે.

સરકારી જિલ્લા પુસ્તકાલય દ્રારા જનરલ નોલેજ ઓનલાઇન કવીઝનું આયોજન કરાયુ છે. ઓનલાઇન કવિઝમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ https://libraryjunagadh.blogspot.com/.   પર જઇને સૈા પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. ઓનલાઇન કવીઝ તા-૧૭/૫/૨૦૨૦ના રોજ ૧૨થી૧ દરમિયાન યોજાશે.

(10:10 am IST)