Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભુજમાં પાણીની ત્રણ પરબ પણ પુન : ધબકતી થઇ લોકોની પ્યાસ બુઝાવશ

જિલ્લા આરોગ્ય અધિકારીએ મુલાકાત લઈને કોવિડ ૧૯ ના નિયમોનું પાલન કરવા માટે આપી સમજ

(ભુજ) લોકડાઉન હળવું થયા બાદ ભુજમાં લોકોની અવરજવર વધી છે, તેની સાથે ગરમીનો પારો પણ ઉપર ગયો છે. બળબળતા તાપમાં લોકોની પાણીની તરસ છીપાવવા ભુજની ત્રણ પરબ ફરી ચાલુ કરવા માટે યુવા સામાજિક કાર્યકર મિતેશ શાહે જિલ્લા આરોગ્યતંત્રનું માર્ગદર્શન માંગ્યુ હતું. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે લાલટેકરી ઉપર આવેલ પાણીની પરબની મુલાકાત લીધી હતી. ડો. કન્નરે કોવિડ ૧૯ ના નિયમ અનુસાર માસ્ક અને હાથના મોજા પહેરવા તેમ જ સ્વચ્છતા સાથે સેનેટાઈઝરનો ઉપયોગ કરવા અંગે સમજ આપી હતી.  ભુજમાં માતુશ્રી કાનુબેન ત્રિભુવન મહેતા પરિવાર દ્વારા ચલાવતા લાલ ટેકરી તેમ જ જીકે જનરલ હોસ્પિટલ પાસેના બે પરબ અને સ્વ. કીર્તિભાઇ શિવલાલ શાહ પરિવાર દ્વારા ઓપનએર થિયેટરમાં ચલાવતું પરબ એમ ત્રણેય પરબ આજથી પુંનઃ શરૂ થઈ જશે. આરોગ્યતંત્રના સહયોગ બદલ દાતા પરિવારના ભદ્રેશ મહેતા, ચિરાગ શાહ અને પરબનું વ્યવસ્થાપન સંભાળતા મિતેશ શાહે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

(9:44 am IST)