Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

જૂનાગઢના યુવાન સાથે ફ્રેન્ડશીપ કરી બાદમાં અજાણી મહિલાએ પોત પ્રકાશ્યુ

બદનામીથી બચવા રૂ. ૫૦ હજાર માગ્યા

જૂનાગઢ તા. ૧૫ : જૂનાગઢના યુવાન સાથે અજાણી મહિલાએ ફ્રેન્ડશીપ કરી બાદમાં રૂ. ૫૦ હજાર ખંખેર્યા કારસો રચ્યો હોવાનું જાણવા મળેલ છે.

વિગતો એવી છે કે, જૂનાગઢમાં ગિરીરાજ સોસાયટી પાસે આવેલ રામેશ્વર મહાદેવના મંદિર પાસે રહેતા દિવ્યેશ કેશુભાઇ ઓડેદરા સાથે મિસ નિકીતા નામની સ્ત્રીએ પ્રથમ સગીરાના નામે ઇસ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ બાંધી વાતચીત શરૂ કરેલ.

આથી દિવ્યેશભાઇએ આ મહિલાનો નંબર બ્લોક કરી દીધો હતો. આમ છતાં મિસ નિકીતાએ નવા આઇડી પરથી ફ્રેન્ડશીપ કરી વિશ્વાસ અપાવ્યો હતો.

પરંતુ મહિલાએ અશ્લીલ ફોટા બતાવી અને આ તસ્વીરો અન્યને મોકલી બદનામ કરવાની ધમકી આપીને રૂ. ૫૦ હજારની માંગણી કરેલ. દિવ્યેશભાઇએ ફરીયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(1:19 pm IST)