Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વઢવાણના મુંજપરમાં છેડતી કરી માતા-પુત્રીને ધમકી આપી

વઢવાણ તા.૧પ : મુંજપરમાં ઉકરડે કચરો નાંખવા જતી યુવતીની છેડતી કરી માતા-પુત્રીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જોરાવરનગર વઢવાણના મુંજપરામાં રહેતા પરિવારની મોટી પુત્રીને થોડા સમય પહેલા રાજુભાઇ કાલિયા નામનો શખ્સ ભગાડી ગયો હતો. તા.૯ મેના રોજ બપોરના સમયે પરિવારની નાની પુત્રી કચરો નાંખવા ઉકરડે જતી હતી. રાજુભાઇએ પાછળ જઇ છેડતી કરી અભદ્ર માંગણી કરી હતી. આ સમયે યુવતીની માતા આવી જતા રાજુભાઇને મર્યાદામાં રહેવાનું જણાવતા ઉશ્કેરાઇ જઇને રાજુભાઇ તથા તેમના ભાઇ ગોપાલભાઇ કાલીયાએ માતા-પુત્રીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(11:28 am IST)
  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • કોલકતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં પક્ષના કેટલાક કાર્યકરોએ હનુમાનજીનું રૂપ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. access_time 11:14 am IST