Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ગારીયાધારના ગણેશગઢમાં સુજલમ -સુફલમ યોજના હેઠળ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી

ગારીયાધાર તા. ૧પ :.. તાલુકામાં સુજલમ-સુફલમ યોજના હેઠળ ગામડાઓમાં તળાવો, ચેક ડેમો સહિતના પાણી નિરાકરણ માટે ૬૦-૪૦ ની યોજના હેઠળ કામો ચાલી રહ્યા છે. ત્યારે ગણેશગઢ વિકાસ ટ્રસ્ટના પ્રયાસોથી ગણેશનગઢમાં તળાવો ઉંડા ઉતારવાના કામો ચાલી રહ્યા છે.

ગણેશગઢ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ નાકરાણી અને ઉપપ્રમુખ ભરતભાઇ વાવડીયાના જણાવ્યા પ્રમાણે ગામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સુરતથી દાતાઓ પાસેથી પ૧ લાખ, સવજીભાઇ ધોળકીયા પાસેથી રપ લાખનું દાન મેળવી અને ધારાસભ્ય કેશુભાઇ નાકરાણીના પ્રયત્નોથી સરકારની ૬૦-૪૦ ની યોજનાનું અમલીકરણ કરાવ્યા બાદ ગણેશગઢ ગામના તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાનું કામો ચાલી રહ્યા છે.

આ ભગીરથ પ્રયાસોથી ગણેશગઢ ચારે બાજુ આવતા તળાવો - ચેક ડેમો ઊંડા ઉતરશે જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ વધશે પાણીના તળ ઉંચા આવશે જેના કારણે ખેતી અને વપરાશના પાણીની સમસ્યાઓને ઉકેલ આવશે.

(11:26 am IST)