Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સાસણગીર વિસ્તારમાં સિંહના રહેણાક વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃતિ-શંકાસ્પદ લોકો પર નજર રખાશે

મોનીટરીંગ કમિટીની મીટીંગ યોજાઇઃ જૂનાગઢ ગીર સોમનાથ,અમરેલીના અધિકારીઓ ઉપસ્થિત

જુનાગઢ તા.૧૫: પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રીવેદીની અધ્યક્ષતામાં સિંહના રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃતિ અને શંકાસ્પદ લોકોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા ૨૪મી મંથલી મોનીટરીંગ કમિટીની મિટીંગ યોજવામાં આવેલ આ મિટીંગમાં ડી.ડી.વસાવડા આઇ.એફ.એસ.મુખ્ય સંરક્ષણ વન્ય પ્રમાણી વતૃળ,જુનાગઢ તેમજ ફોરેસટ વિભાગના અધિકારીશ્રીઓ, પોલીસ અધીક્ષક જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી,ભાવનગર, સુપ્રિટેન્ડેન્ટ ઇજનેર પી.જી.વી.સી.એલ., જુનાગઢ,અમરેલી, ભાવનગર, નાયબ નિયામકશ્રી, એફ.એસ.એલ.જુનાગઢ, ભુસ્તર શાસ્ત્રીથી ખાણ ખનીજ ખાતાના અધિકારીશ્રીઓ, જિલ્લાશ્રમ અધિકારીશ્રીઓ, કાર્યપાલક ઇજનેરશ્રીઓ માર્ગ અને મકાન (સ્ટેટ અને પંચાયત), પશ્ચિમ રેલ્વેઝના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.

આ મિટીંગમાં ગત મિટીંગમાં લેવાયેલ નિર્ણયોની અમલવારી અને સમિક્ષા કર્યા બાદ સિંહના રક્ષણ માટે પોલીસ,ફોરેસ્ટ તથા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓનું સંયુકત પેટ્રોલીંગ ગોઠવવા, રેલ્વે ટ્રેક ઉપર સિંહોના આકસ્મીક મૃત્યુના બનાવોને ધ્યાનમાં રાખી રેલ્વે ટ્રેક ઉપર ફાઇબર બ્રેકસ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રેનના ચાલકને અગાઉથી જ એલાર્મ દ્વારા સિંહના આવન-જાવન અંગે સતર્ક કરી આવા અકસ્માતો નિવારવા નિર્ણય લેવામાં આવેલ, ચંદનના લાકડાની ચોરીના બનાવો અંગે તથા જંગલમાં બનતા અન્ય ગુનાઓ રોકવા પોલીસ અધિક્ષકશ્રી, ગીરસોમનાથ, જુનાગઢ, વનસંરક્ષકશ્રી વન્ય ગીર, વન્ય પ્રાણી રક્ષણની સંયુકત ટાસ્ક ફોર્સની રચના કરી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ,ગેરકાયદેસર ચાલતી હોટલો તથા ગેરકાયદેસર લાયન શો રોકવા માટે કલેકટરશ્રી, જુનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલીનાઓને જાહેરનામુ બહાર પડાવવા સબંધિત વિભાગને જણાવવામાં આવેલ.

(11:25 am IST)