Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

કાલાવડના વ્હોરા યુવાન મહમદે રાજકોટમાં ઘેનના ટીકડા પીધા

આર્થિક સંકડામણ અને દેણું થઇ જતાં કંટાળ્યો'તો

રાજકોટ તા.૧૫: કાલાવડના ખત્રીવાડમાં રહેતાં મહમદ હુશેનભાઇ પટેલ (ઉ.૩૫) નામના વ્હોરા યુવાને રાજકોટના ફુલછાબ ચોક નજીક ઘેનના ટીકડા અને કોઇ સફેદ ઝેરી પાવડર પી લેતાં તે વખતે જ તેના ગામના અબ્બાસભાઇ હુશેનભાઇ ત્યાંથી નીકળતાં તેણે તેને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મહમદ કાચ ફિટીંગનું કામ કરે છે અને બે પુત્રી તથા એક પુત્ર છે. કેટલાક સમયથી આર્થિક સંકડામણ ઉભી થઇ હોઇ અને દેણું પણ ચડી ગયું હોઇ તેનાથી કંટાળીને આ પગલું ભર્યાનું જણાવાયું હતું.

નિકાવામાં બાળકી રમતાં-રમતાં કેમિકલ પી ગઇ

કાલાવડના નિકાવામાં રિયાના રિયાઝભાઇ દોઢીયા (ઉ.૨) ઘરે રમતાં-રમતાં કોઇ કેમિકલ પી જતાં ઝેરી અસર થતાં રાજકોટ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાઇ છે.

(11:19 am IST)