-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
સાપર- વેરાવળમાં ઘરમાં ઘુસી સગીરાને હવસનો શિકાર બનાવનાર આરોપી જયેશ ગોહિલ ઝડપાયો
ફોનમાં જાનથી મારી ધમકી આપીને રાત્રે ઘરમાં ધુસીને નરાધમે પીંખી નાખી

સાપર વેરાવળમાં ઘરમાં ધુસીને બળાત્કાર ગુજારવાના આરોપી જયેશ ગોહિલને ઝડપી લેવાયો છે સાપર વેરાવળ ખાતે 3 દિવસ પહેલાસગીરાને ફોનમાં ધમકી આપી એક શખ્સને રાત્રે ઘરમાં ઘુસી હવસનો શિકાર બનાવી હતી મોડી રાતે પરિવારજનો જાગી જતા હવાસખોર ભાગી ગયો હતો જોકે શાપર વેરાવળ પોલીસે પોકશો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ઘરી હતી
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ માં આવેલ સર્વોદય સોસાયટીમા રહેતા પરિવારની સગીર દીકરીને હવાસનો શિકાર બનાવવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ભારે સનસનાટી મચી જવા પામી છે શાપર વેરાવળમાં મુરલીધર કાટા પાસે રહેતો જયેશ વિનુભાઈ ગોહિલ નામનો તારીખ 11 5 2019 ના રોજ રાત્રે ભોગ બનનાર સગીરાને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ૧૩ વરસની સગીરાને તેના જ રૂમમાં લઈ જઈ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો સગીરાએ દેકારો કરતા પરિવારજનો જાગી જતા હવસખોર નાસી છૂટ્યો હતો
ઘટના અંગે પરિવારજનો પોલીસને જાણ કરતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ એ ખોખર સહિત સ્ટાફ દોડી ગયો હતો અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોરને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે