Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ટંકારાના પાણી પ્રશ્ને સરપંચ સહીત ગ્રામજનોનું ઉપવાસ આંદોલન શરુ

ટંકારાના ગ્રામજનો છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. બે વર્ષ પૂર્વે ફિલ્ટર પ્લાન્ટ મંજુર તો થઈ ગયો પરંતુ તેનું કામ આગળ વધ્યું નથી. સરપંચ સહિતના આગેવાનોએ ગાંધીનગર સુધી રજુઆતો કરી છતાં કઈ નક્કર પરિણામ મળતા ટંકારા ગ્રામપંચાયત દ્વારા આજથી અચોક્કસ મુદતનું ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
ટંકારા મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયત દ્વારા ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું છે જેમાં સરપંચ, ગ્રામપંચાયતના સભ્યો સાથે ગ્રામજનો પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે

(10:12 pm IST)