Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મોરબી જિલ્લામાં જળ સંચય મહા અભિયાન કામગીરીની વિવિધ મુદે જાણકારી

રાજય સરકારે જન ભાગીદારીને જોડી સુજલામ સુફલામ યોજના હેઠળ હાથ ધરેલ જળ સંચયના આ મહા અભિયાનમાં પ્રત્યેક જન સહયોગમાં જોડાય જોડાય અને જિલ્લામાં જળ સ્ત્રોત ઉંડા ઉતારવાના કામો વધુ પ્રમાણમાં થાય તે માટેના તમામ પ્રયાસો કરવા જિલ્લાના સબંધિત અધિકારીઓને જિલ્લા પ્રભારી સચિવ મોનાબેન ખંધારે મોરબી જિલ્લા જળ મહા અભિયાન કામગીરીની હળવદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલી કામગીરી સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું. જળ મહા અભિયાન હેઠળ જિલ્લામાં ચાલી રહેલા ૮૨ જળસ્ત્રોત ઉંડા કરવાના કામો તેમજ ૯૮ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. તેની જાણકારી મેળવી જણાવ્યું  હતું કે, જે કામો થાય તે નિયત કરેલ ઉંડાઇ, પહોળાઇ અને મજબુત થાય, પાળા પણ મજબુતથાય તેના ઉપર ટેકનિકલ સ્ટાફનું સુપરવિઝન બરોબર થાય તે જરૂરી છે. સાથેસાથે કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તેમજ થયેલ તળાવ, કેનાલોના પાળા પાસે ચોમાસામાં વૃક્ષારોપણ વધુને વધુ થાય તે માટે કામગીરી આયોજન કરવા પણ જણાવી  હતું.  કામોની ડોકયુમેન્ટ્રી તૈયાર કરવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

બેઠક પૂર્વે મોનાબેન ખંધારે હળવદ તાલુકાના સાપકડાગામે ચાલી રહેલા તળાવના કામની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટર આર.જે. માકડીયાએ જિલ્લામા ચાલી રહેલા જળ સંચયના કામોની વિસ્તૃત જાણકારી આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી. જાડેજા, નાયબ કલેકટર શીવરાજસિંહ ખાચર સહિત જળ સંચય સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. તે તસ્વીરોમાં દર્શાય છે.(૨૨.૧૧)

(12:39 pm IST)