Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ધાંગંધ્રામાં વ્યાજના નાણા માટે અપહરણ કરીને માર મારનારની ધરપકડ

વઢવાણ તા ૧૫ : ધાંગધ્રા શહેરના સોની તલાવડા વિસ્તારમાં રહેતા  અસ્પાકભાઇ સલીમભાઇ ડોડીયાએ ધાંગધ્રા રહેતા શખ્સો પાસેથી વ્યાજે નાણા લીધા હતા ત્યારે નાણા  ઉઘરાણીને લઇને મહેશભાઇ વી. રબારી, પ્રીતેશભાઇ એસ. ઝાલા અને મહેશભાઇ ભરવાડ દ્વારા અસ્પાકભાઇ એમ. ડોડીયા નું અપહરણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ધાંગધ્રા સીટી પોલીસમાં શખ્સો સામે અસ્પાકભાઇ ડોડીયાએ અપહરણ કરી માર મારી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.

આથી પી.આઇ. એમ.કે. વ્યાસ, પી.એસ.આઇ. આર.સી. ગામેતી અને સ્ટાફે તાત્કાલીક પગલા લઇને આરોપી મહેશભાઇ વી. રબારી, પ્રીતેશભાઇ એસ. લુવાણાને ગણત્રીના સમયમાં ઝડપી લીધા હતા જયારે અન્ય એક આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ પી.એસ.આઇ. આર.સી. ગામીતી કરી રહ્યા છે. (૩.૮)

 

(12:37 pm IST)