Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સુરેન્દ્રનગર સી.યુ. શાહ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને પાસ કરવા લાંચ માંગનાર સેકશન કલાર્ક નિમેષ મકવાણા સસ્પેન્ડ

વઢવાણ, તા.૧૫: સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે થી એટીકેટી આવ્યા હોય અને વિદ્યાર્થીઓને પાસ કરાવવાના એક વિષયના ૧,૨૫,૦૦૦ રૂપિયાની માંગ કરતા સેકસન કલાર્ક તરીકે ફરજ બજાવતા નિમેશ મકવાણાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. હાલમા આ વીડિયો મેડિકલ ક્ષેત્રમા ખુબ વાઇરલ થયો છે. અને સુરેન્દ્રનગર

સી.યુ.શાહ મેડિકલ કોલેજ દ્વારા સેકસન કલાર્ક તરીકે ફરજ બજાવતા નિમેશ મકવાણા ને સપેન્ડ કરાયો છે

સી. યુ. શાહ મેડિકલ કોલેજના ફાઇનલ યર એમ.બી.બી.એસ. માં અભ્યાસ કરતા રાહુલ પરમાર નામના વિદ્યાર્થીને સર્જરી વિષયમાં ૯૪ માકર્સ અને ગાયનેક વિષયમાં ૪૬ માકર્સ આવેલા હોવાનું વિડિયોમાં જણાઈ રહ્યું છે. આ માકર્સને લઈને વિદ્યાર્થી કોલેજના કલાર્ક નિમેષ મકવાણા પાસે ગયો હતો. જેમાં નિમેષ આ વિદ્યાર્થીને પાસ થવા માટે એક વિષયના ૧,૨૫,૦૦૦ અને બે વિષય છે એટલે કુલ રૂપિયા ૨,૫૦,૦૦૦ થશે તેમ જણાવી રહ્યો છે અને આ માટે તે ટ્રાય કરશે.તેમજ આ વાત અન્ય વિદ્યાર્થીઓને ના જણાવવા માટે પણ કહે છે.

બીજી તરફ આ વિદ્યાર્થી પણ અઢી લાખના બદલે બે લાખમાં કરી આપવા વિનંતી કરે છે. આ વીડિયો ત્રણ ચાર દિવસ પહેલોની જ હોવાનું જાણવા મળી રહ્યું છે. મેડિકલ કોલેજના સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં આ રીતે સેટિંગ થતું હતું. જેમાં કલાર્ક ઉપરાંત કોલેજના અમુક પદાધિકારીઓ અને યુનિવર્સિટીના હોદ્દેદારો પણ મળેલા હતા.પરંતુ છેલ્લા ૩ વર્ષથી આ પ્રકારના કિસ્સાઓ પાર રોક લાગેલી હતી. તેમ છતાં અચાનક ફરી પાસિંગ માટે પૈસા માંગવામાં આવતા ભારેૅ ચર્ચા જાગી છે..(૨૨.૯)

(12:37 pm IST)