Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

બંગાવડી ગામે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી

ટંકારાઃ તાલુકાના બંગાવડી ગામે જળ સંચય યોજના હેઠળ ગામે તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જેનું સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાએ કામગીરી નિરીક્ષણ કર્યું ત્યારે માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બાવનજીભાઇ મેતલીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણભાઇ લો, મંત્રી કીરીટભાઇ અંદરપા, યુવા ભાજપ મંત્રી સંજયભાઇ ભાગીયા, ભવાનભાઇ ભાગીયા, છગનભાઇ વાંસજાળીયા, નાનજીભાઇ દેત્રોજા સહિતના સાથે રહ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ હર્ષદરાય કંસારા, ટંકારા)

(12:10 pm IST)