Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મોરબી-ઉદેપુર બસને નાથદ્વારા સુધી લંબાવી સ્લીપર કોચ કરવા માગણી

મોરબી તા.૧પઃ મોરબી ઉદેપુર બસ સાંજે ૭-૩૦ ઉપડે છે. જે સવારે ચાર વાગ્યાની આસપાસ ઉદેપુર પહોંચે છે. જે બસ ગુર્જરનગરી હોય આવી લાંબી મુસાફરી કરી યાત્રાળુ કંટાળી જાય છે. તેને બદલે જો સ્લીપર કોચ ચલાવવામાં આવે તો એસ.ટી.ને આવક પણ વધે તેમ છે.

મોરબી સોની સમાજ તથા હવેલીવાસીઓ અવાર-નવાર આ બસમાં મુસાફરી કરે છે. પરંતુ ઉદેપુરથી તેને નાથદ્વારા જવા માટે બસ બદલવી પડે છે અને ત્યાં પહોંચે ત્યારે નાથદ્વારાની મંગળાઆરતી જે મહત્વની મનાય છે તે પુરી થઇ જાય છે. તેથી નાછુટકે ત્યાં નાઇટહોલ્ટ કરવો પડે છે અને ખોટા ખર્ચામાં ઉતરવુ પડે છે. રાજકોટ વિભાગના અન્ય ડેપોમાંથી સીધી નાથદ્વારાની સગવડતા છે છતા મોરબીથી કેમ નહીં તે મુસાફર જનતામાં પ્રશ્ન પુછાય રહ્યો છે. મોરબીથી ઉદેપુર ચાલતી બસને સ્લીપર કોચ બસ દોડાવી નાથદ્વારા સુધી લંબાવી અને મંગળા આરતીનો જનતા લાભ લઇ શકે ને સમયસર બસ ચાલુ કરવી તેવી માંગણી મોરબીના પી. પી. જોષીએ કરેલ છે.

(12:06 pm IST)