Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

વાંકાનેરમાં કોંગ્રેસ દ્વારા જનમિત્ર અભિયાન સંદર્ભે મીટીંગ

રાજકોટ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સામાન્ય માનવી સુધી પહોંચાડવા અને સામાન્ય નાગરિકોને ખાસ કરીને યુવા વર્ગને કોંગ્રેસની વિચારધારામાં સામેલ કરવાના ઉદેશ્યથી દેશભરમાં દરેક સ્થળોએ જનમિત્ર અભિયાન હાથ ધરાયુ છે. તેના ભાગરૂપે તાજેતરમાં મોરબી જિલ્લાના વાંકાનેરના માર્કેટીંગ યાર્ડ ખાતે જનમિત્ર અભિયાન સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસ નિરીક્ષકો મનોજ રાઠોડ, ચિરાગ કાલરીયા, ડો.રાજદીપસિંહ જાડેજા દ્વારા તાલુકાભરના કોંગ્રેસી કાર્યકરોને માર્ગદર્શન અપાયુ હતુ. વાંકાનેર શહેર અને તાલુકાના આવા ૧૬૦ થી વધુ મતદાન  બુથ ઉપર ૩૨૦ થી પણ વધુ યુવક યુવતીઓને જનમિત્ર બનાવી રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડવામાં આવશે. જનમિત્ર કેવી રીતે બનાવવા તેની સમજણ આ બેઠકમાં અપાઇ હતી. આ અભિયાન માત્ર ચુંટણી પુરતુ સીમીત નહીં રાખતા કાયમી ધોરણે કોંગ્રેસના દરેક કાર્યક્રમોનું અંગ બનાવી દેવા આહવાન કરાયુ હતુ. આગામી દિવસોમાં ચેનલ ઉભી કરી કામગીરી આગળ ધપાવવાનો ચિતાર રજુ કરાયો હતો. સમગ્ર બેઠકનું સંચાલન તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરદેવસિંહ જાડેજાએ કરેલ. બેઠકમાં જી.પી.સી.સી.ના મંત્રી ઇરફાન પીરજાદા, પૂર્વ ઉપપ્રમુખ શકીલ પીરજાદા, મોરબી જિલ્લા પંપાયતના ઉપપ્રમુખ પ્રભુભાઇ વિઢવાડીયા, નવઘણભાઇ મેઘાણી, યુનુસભાઇ શેરસિયા, અરવિંદભાઇ આંબલીયા, આબિદભાઇ ગઢવાળા, રસુલભાઇ કડીવાર, અકબરભાઇ, પરબતભાઇ ડાંગર, અશ્વિનભાઇ મેઘાણી, કાલાવડના હરદેવસિંહ જાડેજા સહીતના આગેવાનો અને તાલુકાભરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:58 am IST)