Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ઉપલેટામાં નવા પ્રવેશદ્વારનું પૂજન

ઉપલેટ : ચમત્કારિક શ્રી બડા બજરંગ રામ મંદિર સમગ્ર લોકોનું આસ્થા સમાન મંદિરે દરરોજ અનેક લોકો પૂજન અર્ચન માટે આવે છે. અને શનિવાર તથા રવિવારે ધાર્મિક મેળાવડા જેવો માહોલ સર્જાય છે પટાંગણમાં હિન્દુ દેવી-દેવતાઓના મંદિર પણ આવેલ છે. જેનો અત્યંત આધુનિક પ્રવેશદ્વાર (સ્વ. વસંતબેન જન્મશંકર ત્રિવેદી પ્રવેશદ્વાર) ઉપલેટાના ત્રિવેદી પરિવાર દ્વારા તૈયાર કરાવેલ. જેનું શાસ્ત્રોકત વિધીથી પૂજન-અર્ચન કરેલ અને હોમાત્મક યજ્ઞ કરી મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લો મુકાયો હતો. ઉપલેટાના ત્રિવેદી પરિવાર દ્વારા ઉપલેટા શહેર તથા તાલુકામાં અનેક લોક ઉપયોગી સેવાકીય તથા ધાર્મિક કાર્યો થતા રહે છે. જયેશભાઇ ત્રિવેદી ઉપલેટામાં છેલ્લા ર૦ વર્ષથી કાઉન્સીલર તરીકે કાર્ય કરી રહેલ છે. ઉકત ધાર્મિક કાર્યમાં ઉપલેટા શહેર તથા તાલુકાના ધાર્મિક લોકો તથા પ્રતિષ્ઠીત આગેવાનો ઉપસ્થિત રહેલ અને ત્રિવેદી પરિવારના સ્વ. જન્મશંકરભાઇ ત્રિવેદી, સ્વ. હર્ષદભાઇ ત્રિવેદી, સ્વ. ગજેન્દ્રભાઇ ત્રિવેદી વગેરે દ્વારા ઉપલેટામાં થયેલ સેવા કાર્યોને યાદ કર્યા હતાં. (તસ્વીર : અહેવાલ : કૃષ્ણકાંત ચોટાઇ-ઉપલેટા)

(11:58 am IST)