Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ઉપલેટા દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ર૯ લાખનું બોનશ જાહેરઃ સાધારણ સભા મળી

ઉપલેટા તા.૧પઃ દાસાપંથી વાડી ખાતે ઉપલેટા દુધ ઉત્પાદક મંડળીની ૧૪મી વાર્ષિક સાધારણ સભા પ્રો. ભારતીબેન પારેખના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી.દુધ મંડળીના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ  પશુ પાલકો કઇ રીતે આર્થિક સધ્ધર થઇ શકે તેની વિગતો જાહેર કરેલ હતી.

ડાયાભાઇ ગજેરાએ કહ્યું કે મંડળીના શેર ધારકોને  બોનસના ભાગરૂપે ર૯ લાખ પરત ચુકવવામાં આવશે. સભામાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઇ ઘેરવડા, બટુકભાઇ ઢોલરીયા, નારણભાઇ ચંદ્રવાડીયા, હરદાસભાઇ ચંદ્રવાડીયા, દિનેશભાઇ સોજીત્રા, રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ સર્વશ્રી દેશાઇ સાહેબ, જાનીભાઇ ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળીના મંત્રી દિનેશભાઇ કંટારીયાએ જહેમત ઉઠાવી  કાર્યક્રમનું સંચાલન કરેલ.

(11:57 am IST)