Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભુજમાં કાલે મિઝલ્સ રૂબેલા કેમ્પેઇન માટે કાલે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક

ભુજ, તા.૧૫: મિઝલ્સ રૂબેલા કેમ્પેઈન ચોથા ફેઈસમાં ૧૬ જુલાઈ ર૦૧૮ થી પાંચ અઠવાડિયા સુધી ગુજરાતમાં આ અભિયાન શરૂ થવા જઈ રહયો છે છે જેના ભાગરુપે કચ્છ જીલ્લામાં ૯ માસથી ૧પ વર્ષ સુધીના ઉંમર ધરાવતાં તમામ બાળકોને આવરી લેવામાં આવશે. આ કામગીરી મુખ્યત્વે શાળાઓ, સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો, આઉટરીચ, મોબાઈલ ધ્વારા પાર પાડવામાં આવશે. અભિયાનને સફળ બનાવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ, લાયન્સ કલબ, રોટરી કલબ, આઈએમએ તેમજ અન્ય આંતર વિભાગીય અને સંરક્ષણદળો એરફોર્સ, આર્મી, રેલ્વે, ઔધોગિક એકમોના સહકાર અને સંકલનથી પાર પાડવામાં આવશે.

કચ્છ જીલ્લામાં છ લાખ ત્રાણું હજાર બાળકો ૯ મહિના થી ૧પ વર્ષ સુધીના છે આ તમામ બાળકોને આવરી લેવાના છે. મિઝલ્સ રૂબેલા કેમ્પેઈનની સફળતાપુર્વક આયોજન કર્યા પછી બાળકોમાં થતાં જન્મજાત ખામીઓ જેવી કે મોતિયો, બહેરાશ, હદયની ખામીના કેસોમાં દ્યટાડો થશે. આ તમામ બાળકોને રસીકરણ માટે કોઈપણ જાતના ભય વગર રસી મુકાવવા માટે શૈક્ષણિક સંસ્થામાં લઈ આવવા માટે માતા-પિતાને ખાસ અપીલ કરવામાં આવે છે.

કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સની મીટીંગ કાલે તા.૧૬ના સાંજે ૪:૦૦ કલાકે યોજાશે જેમાં હાજર રહેવા સંલગ્ન વિભાગોના વડાઓ જીલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીશ્રી, આઈસીડીએસના પ્રોગ્રામ ઓફીસર, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિગેરેએ મીટીંગમાં હાજર રહેવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પંકજકુમાર પાંડેની યાદીમાં જણાવાયું છે.

(11:57 am IST)