Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

શ્રી શનિદેવ મહારાજના જન્મોત્સવની ભવ્યતાથી ઉજવણી

અમાસ, મંગળવાર અને શ્રી શનિદેવ જયંતિનો સંયોગ... : પૂજન, અર્ચન, મહાપૂજા, મહાઆરતી, હનુમાન ચાલીસા-સુંદરકાંડ પાઠ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો જોડાયા

રાજકોટ, તા.૧૪: આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં શનિદેવ મહારાજના જન્મોત્સવના આજે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. અને વહેલા સવારથી શનિદેવ મંદિરોમાં ભાવિકોની ભીડ જામી છે. આજે મંગળવાર, અમાસ અને શનિદેવ મહારાજની જન્મજયંતીનો સંયોગ સર્જાયો

શનિદેવ મહારાજના જન્મોત્સવ નિમિતે શનિદેવ મહારાજનું પૂજન, અર્ચન,  મહાપૂજા, મહાઆરતી, શનિદેવ મહારાજનાં જાપ, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છે.

ધોરાજીઃ

 ધાણીકોઠા રોડ મઠના ડેલા ખાતે આવેલ શ્રી શનિદેવ મંદિર ખાતે તા.૧પને મંગળવારના રોજ ભવ્ય શનિજયંતી મહોત્સવ શિવગ્રુપ દ્વારા ઉજવવામાં આવી રહી છે. જેમાં વ્હેલી સવારથીજ પુજન અર્ચન-મહાઆરતી-મહાપુજા  વિગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

બાદ સાંજે પ-૩૦ કલાકે મહાપુજા-મહાઆરતી યોજાશે આ માટે શિવગ્રુપના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરેલ છે.

જોગાનું જોગ મંગળવાર અને શનિ જયંતિ સાથે આવેલ છે. આ સમયે હનુમાન ચાલીસાના પાઠનું અનુષ્ઠાન કરવામાં આવે તો જે લોકોને ૭ાા વર્ષની પનોતી વાળા લોકોને મોટો ફાયદો જોવા મળે છે.

મંગળવારને શનિજયંતિ નિમિતે પુજા અર્ચન જે લોકો શનિદેવ મહારાજની કરશે એમને ૧૦૦ ટકા પરિણામ મળશે આ સમયે શનિ જયંતિ નિમિતે સમગ્ર ધોરાજીમાંથી માનવ મહેરામણ ઉમટી પડશે.

દિવ્ય દર્શન સવારના ૬ વાગ્યાથી રાત્રીના ૧ર વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવેલ હતા અને સાંજે ૭ કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શકિત ગ્રુપના યુવાનોએ મહાપ્રસાદ માટે કોઇને પણ અગવડતા ન પડે એવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.

શનિ જયંતિએ શનીની પનોતી વાળા લોકોએ આજે દિવ્ય દર્શન અને તેલના અભિષેકથી અને મહા આરતીના દિવ્ય દર્શનથી મોટો ફાયદો થાય છે જેથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.

 ખંભાળીયા :

 રામનગર વિસ્તારમાં કેનાલ પાસે આવેલા શ્રી શનિદેવના મંદિરે પણ તા. ૧પના રોજ શનિ જયંતિના દિને ભવ્ય આયોજન થયેલુ છે.

મંદિરના પૂજારીશ્રી ગોસ્વામી દ્વારા મંદિરમાં ભગવાન શનિદેવના વિશિષ્ટ પૂજન અર્ચન સાથે બટુક ભોજન તથા પ્રસાદ પણ યોજયા છે.

ઉલ્લેખનીય છે કે રામનગરમાં થોડા સમયથી બનેલ શનિદેવના મંદિરમાં શનિદેવ, હનુમાનજી , ગણેશજી તથા શનેશ્વર મહાદેવનું મંદિર છે. જયાં પૂજા અર્ચના કરવા શનિવાર તથા મંગળવારે ભકતો ઉમટે છે.

શનિ શીંગડાપુર જેવી પ્રતિમા સાથેના આ શનિ મંદિરનું આગવું આકર્ષણ હોય અહીં પણ શનિ જયંતિના વિશિષ્ટ કાર્યક્રમો થયા છે.

(11:56 am IST)