Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ધોરાજી ઇમ્પીરીયલ સાયન્સ સ્કુલના જય સોલંકીને ધો.૧૨ સાયન્સમા પ્રથમ સ્થાન

ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે શિલ્ડ અર્પણ

જામનગર તા.૧૫: ઇમ્પીરીયલ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી જે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી જય સોલંકીએ માર્ચ-૨૦૧૮માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ અને સાયન્સમાં A ગ્રુપ સાથે ૨૯૫/૩૦૦ માર્કસ મેળવેલ છે. આ ઉપરાંત JEEમાં ૧૭૩ માર્કસ અને GUJCETમાં ૧૧૩.૭૫ માર્કસ સાથે ઉત્તિર્ણ થઇ ધોરાજી શિક્ષણ નગરીમાં ઇમ્પીરીયલ સાયન્સ સ્કૂલ તથા પરીવારનું નામ ગુજરાત ભરમાં રોશન કરવા બદલ રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જય સોલંકીએ શિલ્ડ આપી સન્માનીત કર્યા હતા.

આ તકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવેલ કે જય સોલંકીની મહેનત અને શાળાના શિક્ષકોએ ઉચ્ચ શિક્ષણ આપી બોર્ડમાં પ્રથમ નંબર મળ્યો છે.

ઇમ્પીરીયલ સાયન્સ સ્કૂલમાં ગોઢાણીયા ભૂરા 99.96 PR સાથે બોર્ડમાં ચોથો નંબર પ્રાપ્ત કરેલ છે. કડિવાર શિવમ 99.95 PR સાથે બોર્ડમાં પાંચમો નંબર પ્રાપ્ત કરેલ છે. તથા સ્કૂલમાં 99 PR ઉપર ૨૧ વિદ્યાર્થીઓ, 95 PR ઉપર ૫૫ વિદ્યાર્થીઓ અને GUJCETમાં ૧૦૦ ADV.માં કવોલીફાઇડ થયેલ છે. તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી વિનોદભાઇ હિરપરા, મિતેષભાઇ બુટાણી, મનોજભાઇ પોશીયા અને શાળાના આચાર્ય ભાવેશભાઇ હિરપરા તથા રોહિતભાઇ લકકડ સહિતના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.

(11:52 am IST)