Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

પોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ

૨૨મી થી દેશભરના કર્મચારીઓ અણઉકેલ પ્રશ્નો માટે આંદોલનના મંડાણ કરશે

ગોંડલ તા.૧૫: ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોયઝ યુનિયન જીડીએસ સીએચકયું દિલ્હી તેમજ ફેડરેશનના આદેશ મુજબ આશરે ત્રણ લાખ જીડીએસ કર્મચારીઓ તા. ૨૨-૫-૨૦૧૮ થી ''કમલેશચંદ્ર જીડીઅસ કમિટીની'' રિપોર્ટની તમામ હકારાત્મક ભલામણો સ્વીકાર કરી તાકીદે તા. ૧-૧-૧૬થી અમલ કરાવવા માંગ સાથે દેશભરમાં અચોક્કસ મુદતથી હડતાલ ઉપર જનાર છે. ગોંડલ ડિવીઝન પ્રેસીડેન્ટ- પ્રદિપસિંહ વાઘેલા સેક્રેટરીશ્રી પી.સી. વસોયાની યાદી મુજબ ગોંડલ ડિવીઝનના તમાા જીડીએસ કર્મચારીઓ તા. ૨૨-૫-૧૮ના રોજ ગોંડલ હેડ પોસ્ટઓફીસ ખાતે સવારે ૯ કલાકે હાજર રહેશે. અને સભાના રૂપમાં પ્રચંડ વિરોધ સાથે ઉગ્ર દેખાવો સાથે જોડાશે.

એનએફપીઇ ગુજરાતના સોૈથી સિનિયર પુર્વ લીડર પેટ્રોન શ્રી એસ.કે વૈષ્ણવે વિશેષ માહિતી આપતા જણાવેલ કે જીડીએસ સાથે ઘોર અન્યાય થઇ રહયો છે. સરકારશ્રીએ વર્ષ ૨૦૧૫માં જીડીએસ કર્મચારીના પગાર સુધારણા સવલતો, સુવિધા, નિયમોના બદલાવ બાબત પોસ્ટ ખાતાના ડી.જી. કક્ષાના નિવૃત અધિકારી કમલેશચંદ્રને જીડીએસ કમીટીના અધ્યક્ષ બનાવેલ. આ જીડીએસ કમીટીએ માત્ર એક વર્ષમા જ આ જીડીએસ કમીટીને અહેવાલ સરકારશ્રીને નવે-૨૦૧૬માં સોપેલ. ત્યારબાદ સરકારશ્રી તેમજ પોસ્ટ ખાતાની ઘોર ઉપેક્ષાથી ઉદાસીનતાથી જીડીએસ કમીટીના રિપોર્ટ ઉપર માત્ર અભ્યાસ કરવાના બહાના હેઠળ ૧૭ માસનો સમય લીધો. હજુ કેબીનેટની બહાલી મેળવવા બાકી છે. આમ અસાધારણ વિલંબ ઘોર ઉપેક્ષા વલણથી દેશભરના જીડીએસ કર્મચારીઓ ખુબ જ ઉગ્ર રોષ સાથે ડુઓર ડાયના નારા સાથે જયા સુધી જીડીએસ કમીટીનો અહેવાલ સ્વીકાર થવાની જાહેરાત નહિ થાય ત્યા સુધી કોઇ પણ સંજોગોમાં હડતાલ સમેટાશે નહીની ચીમકી આપેલ છે. કમલેશચંદ્ર કમીટીમાં દેશની આઝાદી બાદ પ્રથમ વખત જીડીએસ ને સન્માન જનક નવા વેતન દરો તેમજ પ્રથમ વખત ખાતાના કર્મચારી સમકક્ષ નવી સવલતો લાભો સહિત ૩૫ જેટલા નવી હકારાત્મક ભલામણો સાથે જીડીએસ કર્મચારીને પોસ્ટખાતાના કરોડજજુ ગણી જણાવેલ કે આટલા વર્ષો સુધી પોસ્ટખાતાએ જીડીએસ કર્મચારીને શા માટે અવગણના કરી ?

ગોંડલ ડિવીઝનના ડી.પી.ડોડીયા, જે.પી. કથીરીયા, તેમજ સેક્રેટરી શ્રી હરેષ સાટોડીયાા, મહેશ રાજયગુરુએ તેમજ જીડીએસ યુનિયનના પુર્વ સર્કલ સેક્રેટરી જયદેવસિંહ વાળાએ આ હડતાલને ટેકો જાહેર કરી સમર્થન આપી હડતાલ સફળ બનાવવા માર્ગદર્શક બનશે.

(11:50 am IST)