Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

વંથલી પાસે ટ્રાન્સપોર્ટ સંચાલક પારસ કટારીયાનું અકસ્માતમાં મોત

કડવા પટેલ ટ્રાન્સપોર્ટર જાપોદર સપ્તાહમાંથી પરત આવતા'તા ને કાળ ભેટી ગયો : કડવા પટેલ પરિવારમાં અરેરાટી

રાજકોટ, તા. ૧પ : માણાવદરના વંથલી નજીક કાર રોડ સાઇડમાં ઉતરી જતા અકસ્માત સર્જાતા રાજકોટના જાણીતા કડવા પટેલ ટ્રાન્સપોટરનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર બીગબજારની સામે આવેલ એટલાન્ટીક બીલ્ડીંગમાં રહેતા અને  કટારીયા ટ્રાન્સપોર્ટ ધરાવતા પારસભાઇ વલ્લભભાઇ કટારીયા (ઉ.વ.૪૩) ગઇકાલે પોતાની જીજે-૩-કેએચ-૯૦૯૦ નંબરની રેન્જ રોવર કાર લઇને માણાવદરના વંથલી ગામ તરફ જતા હતાં ત્યારે રાત્રે વંથલી નજીક નરેલી ગામ પાસે પહોંચતા કાર પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પારસભાઇ કટારીયાને શરીરે ગંભીર ઇજા થતાં તેને તાકીદે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. આ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ સુરેશભાઇ જોગરાણા તથા રાઇટર રવિભાઇએ પ્રાથમિક કાગળો કરી વંથલી મોકલવા તજવીજ હાથ ધરી છે. મૃતક પારસભાઇ મૂળ જૂનાગઢના વતની હતા તે બેભાઇ અને એક બહેનમાં બીજા નંબરના હતાં તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કટારીયા પરિવાર દ્વારા જાપોદર ગામે સપ્તાહ રાખવામાં આવી હતી. પટેલ ટ્રાન્સપોર્ટર સપ્તાહમાંથી પરત આવતા હતા, ત્યારે અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું છે. એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા કડવા પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(11:50 am IST)