Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ગોંડલમાં ટ્રેન નીચે ઝંપલાવી અજાણ્યા યુવાનનો આપઘાત

ગોંડલ, તા., ૧પઃ શહેરમાં અજાણ્યા યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા ફાટક અને ખોડીયાર નગર વચ્ચે આવેલ રેલ્વે ટ્રેક પર આજે સવારે પસાર થતી ટ્રેન હેઠળ એક અજાણ્યા યુવાને પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ માટે હોસ્પીટલમાં ખસેડી હતી.

મૃતક યુવાનની ઉંમર ૩૦ હોવાનું અને તેના ખિસ્સામાંથી ફોટા સાથે પાકીટ મળી આવતા તેની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. (૪. ૨)

 

(11:49 am IST)