Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

દ્વારકાનાં રૂપેણબંદરમાં આડા સંબંધમાં હત્યા કરનાર હાસમ સુમા ઝડપાયો

દ્વારકા, તા.૧પઃ દ્વારકા ના રૂપણબંદર પર ગઇ કાલે માધુપુર થી દ્વારકા રૂપણબંદર પર આવેલ કમાલ ચોક પર કદારભાઇ મુસાભાઇ સતા ના છોકરા ના લગ્ન પ્રસંગમા રજાગ ગીગાભાઇ ઇસબાની ઉ.વર્ષ (૩૦)આવેલ હતા તેજ ચોકમાં રહેતો(આરોપી) હાસમ કમાલ સુમા ને આરોપી ની પત્ની પાસે રજાગ ને આડા સબંધો હોવાની શંકા ના આધારે આરોપી ના ધરને થોડે દુર રજાગને ગત રાત્રે સાડા અગીયારક વાગ્યા ના સમયે શરીરના છાતી ના ભાગ મા છરી ની અણીથી પાચંક જેટલા ઘા મારી રહેસી નાખી આરોપી ફરાડ થૈઈ ગયેલ હતો અને હેમખેમ રીતે જેના લગ્ન મા રજાગભાઇ આવ્યા હતા તેણી ડેલી પાસે તડફડીયા મારતા હતા ત્યાથી આ બનાવ ની જાણ તેમના પરીવાર ને થતા દ્વારકા સરકારી હોસ્પીટલે લાવ્યા હતા. ત્યા સારવાર દરમિયાન રજાગ ભાઇ નું મુત્યું થયેલ હતું બનાવ ની જાણ દ્વારકા પી.આઇ. પી.એ. દેકાવડીયા ને થતા તુરંત હોસ્પીટલે પહોચેલ અને મરણ જનાર ના પિતા ગીગાભાઇ સુમારભાઇ ઇસબાની ની ફરીયાદ ના આધારે આરોપી હાસમ કમાલ સુમાં ઉપર આઇ.પી.સી. કલમ ૩૦૨ તેમજ જાહેર નામાનો ભંગ ૧૩૫(૧) ગુંનો નોંધી આરોપી ને દ્વારકા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ પકડી પાડી આગળ કાર્યવાહી આરંભી છે.

(11:48 am IST)