Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભાણવડ નજીક ઇકોવાન-છોટાહાથી વચ્ચે અકસ્માત

જામજોધપુર રોડ પર આવેલા ચાર પાટીયા ગોલાઇ પર  એક ઇકો વાન અને છોટાહાથી સામ સામે ટકરાઇ જતાં કુલ ત્રણ શખ્સો ઇજાગ્રસ્ત થયા હતા. કેરીના બોક્ષ ભરેલું છોટાહાથી નં.જીજે ૦૩ બીચી ૪૫૦૫ અને ઇકો વાન નં.જીજે ૩૭ બી ૩૧૯૮ સામસામે ટકરાઇ ગયા હતા. જેમાં મેવાસા ગામના બે યુવકો વિશાલ ભરતભાઇ (ઉ.વ.૨૩) તથા પાલાધના (ઉ.૨૪)ને અનુક્રમે માથાના ભાગે તથા હાથ અને મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી તો સામે મેરામણભાઇ રણમલભાઇ (ઉ.૬૦)ને પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી અકસ્માત અંગે ૧૦૮ને જાણ કરતા ઇએમટી મહેશભાઇ વાળા તથા પાઇલટ ગોપાલભાઇ સોનગરાએ સારવાર આપી ભાણવડ સરકારી હોસ્પીટલે ખસેડવાની કાર્યવાહી કરેલ હતી.

(11:45 am IST)