Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોના મહામારીમાં જામનગરનાં ગોસરાણી શાહ પરિવાર દ્વારા અંતિમવિધી માટે નિઃશુલ્ક લાકડા સહિતની વસ્તુઓ ઉપલબ્ધ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૫:  હાલની કોરોનાની મહામારીએ રૈદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. ઘણા પરિવારોના સ્વજનો આ મહામારીમાં આ ફાની દુનીયા છોડીને જતા રહયા છે. હાલની પરિસ્થીતીએ જામનગરમાં અંતીમ સંસ્કાર માટે પણ જગ્યા મળવી મુશ્કેલ બન્યું છે, કયારેય ન જોયા હોય તેવા દ્રશ્યો અંતીમ સંસ્કાર માટેની કતારોના જોવા મડી રહયા છે.

જામનગરથી લાખાબાવળ ગામે સ્મશાનગૃહ (સોનાપુરી)માં મૃત સ્વજનો માટેના અગ્ની સંસ્કાર માટે ગામ લાખાબાવળના વતની હાલ જામનગર સ્વ. ભરતભાઈ હંસરાજ ગોસરાણી / શાહ (યુનો) ના પરિવારજનો શ્રી જીતુભાઈ શાહ તથા શ્રી પરાગભાઈ શાહ દ્વારા લાખાબાવળના સ્મશાગૃહમાં અગ્ની સંસ્કાર માટે નિઃશુલ્ક લાકડા તથા અન્ય ચીજોની સુવીધા ઉપલબ્ધ કરેલ છે. આવી પરીસ્થીતીમાં કોઈ પણ પરિવારના સ્વજન મૃત્યુ પામે તો અગ્ની સંસ્કાર માટે લાખાબાવળ સોનાપુરી સ્મશાનગૃહમાં વિના સંકોચે મૃતદેહ લઈજઈ અગ્ની સંસ્કાર કરી શકાશે.

સ્વ. ભરતભાઈ હંસરાજ ગોસરાણી / શાહ (યુનો) ના પરિવારના દ્વારા લાખાબાવળ મુકામે બે ભવ્ય શુશોભીત પ્રવેશ દ્વારાનું નિર્માણ થઈ રહેલ છે જે લાખાબાવળની શોભામાં અભીવૃધ્ધી કરે છે. આ ઉપરાંત લાખાબાવળની ગૌશાળામાં પાણીના બે બોર કરાવી આપવામાં આવેલ છે. જયારે જયારે ગ્રામજનોને જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે ત્યારે આ દાનવીર દાતા પરિવાર તરફથી હર હંમશે સાથ સહકાર આપવામાં આવેલ છે. માદરે વતનને મદદરૂપ થવાની તેમની ભાવનાને સલામ ધન્યવાદ.

વધુ માહીતી માટે લાખાબાવળના સરપંચ ભરતસીંહ જાડેજા (૯૯૨૫૧૯૪૫૪૫), જીતુભાઈ શાહ (૯૮૯૮૫૪૧૭૧૭), પ્રફુલભાઈ સુમરીયા (૬૯૨૪૫૩૩૫૨૧), શ્રી કમલભાઈ ગોસરાણી (૯૯૨૪૫૪૯૫૯૫) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

(4:05 pm IST)